શોધખોળ કરો
Advertisement
સાવકા પિતાએ છેડતી કરી હોવાના અહેવાલો અંગે ટીવી એક્ટ્રેસની દીકરીએ શું કર્યો ખુલાસો?
સૌથી પહેલાં પલકે તેને સપોર્ટ કરનારાઓનો આભાર માન્યો છે. પછી આ મુદ્દે વાત કરી છે. તેણે લખ્યું કે, ‘આ વિશે મીડિયાની પાસે સાચી માહિતી નથી. હું પલક તિવારી, ઘણાં કિસ્સામાં ઘરેલૂ હિંસાનો શિકાર થઇ છું
મુંબઇઃ એક્ટ્રેસ શ્વેતા તિવારીની દીકરી પલક તિવારીએ પોતાની સાવકા પિતાને લઇને મોટો ખુલાસો કર્યો છે, અભિનવ કોહલી ઘરેલુ હિંસા અને પલક સાથે શારીરિક છેડતીના કેસમાં જેલમાં બંધ હતો. શ્વેતા તિવારીએ અભિવન કોહલી સાથે બીજીવાર લગ્ન કર્યા હતા. હવે આ મામલે દીકરી પલક તિવારીનું મોટુ સ્ટેટમેન્ટ સામે આવ્યુ છે.
શ્વેતાએ તેનાં બીજા પતિ અભિનવ કોહલી વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી છે. ફરિયાદ મુજબ અભિનવ તેની સાવકી દીકરી પલકને મારતો અને તેનાં પર અશ્લીલ ટિપ્પણી કરતો. તે મુદ્દે શ્વેતા કે અભિનવ તરફથી કોઇ નિવેદન આવ્યું નથી. પણ આ મામલે પલકે જે હતું એ ચોખ્ખું કહીં દીધું. પલકે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરીને આ આખી વાત કહી છે.
સૌથી પહેલાં પલકે તેને સપોર્ટ કરનારાઓનો આભાર માન્યો છે. પછી આ મુદ્દે વાત કરી છે. તેણે લખ્યું કે, ‘આ વિશે મીડિયાની પાસે સાચી માહિતી નથી. હું પલક તિવારી, ઘણાં કિસ્સામાં ઘરેલૂ હિંસાનો શિકાર થઇ છું. મારી મા નહીં. જે દિવસે ફરિયાદ દાખલ કરવામાં આવી. તે દિવસ સિવાય ક્યારેય તેણે (અભિનવ કોહલી)એ મારી માને નથી મારી.’ પલકે ખોટી અફવા ફેલાવનારાને પણ મોં પર જ સંભળાવ્યું છે.
મા શ્વેતાને પલકે કહ્યું કે, ‘તે સૌથી સ્ટ્રોંગ વ્યક્તિ છે અને બધામાંથી હું જ એક એવી વ્યક્તિ છુ જે તેનાં સંઘર્ષનાં દિવસોની સાક્ષી રહી છે. તેથી ફક્ત મારો જ ઓપિનિયન ગણાશે. મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે, અભિનવે પલકને થપ્પડ મારી અને તેનાં પર અશ્લીલ ટિપ્પણીઓ કરી. હું તે વાતને ક્લિયર કરવાં માંગુ છુ કે, તેનાં સાવકા બાપ અભિનવ કોહલીએ તેને ફિઝિકલી છેડતી કે તેને ખોટી રીતે અડવાની હરકત કરી નથી. જોકે તેણે તે જરૂર કહ્યું કે, તે અપશબ્દો અને ખરાબ ટિપ્પણીઓ કરતો હતો. એવાં શબ્દ જે કોઇપણ મહિલાની ગરિમા પર સવાલ ઉઠાવે છે.’ તેની મા શ્વેતા અંગે પલકે લખ્યું છે કે, ‘હું અત્યાર સુધી જેટલાં લોકોને મળી છુ તેમાં મારી મા સૌથી સન્માનિત વ્યક્તિ છે. સૌથી આત્મનિર્ભર. જે ક્યારેય પોતાની જરૂરિયાતો માટે કોઇ બીજા પુરૂષ પર નિર્ભર રહી નથી.’ આ આખા મેસેજની સાથે પલકે એક બ્લેક ફોટો પોસ્ટ કરી છે. જો કે હવે તો પલકનાં પિતા રાજા ચૌધરીએ પણ આ મામલે વાત કરી છે કે, ‘મને આ અંગે મીડિયા દ્વારા જાણ થઇ. હું મારી દીકરીનાં ટચમાં છુ અને મે તેની સાથે વાત કરી છે. તેણે કહ્યું કે, ચિંતા કરવાની વાત નથી. અને હું ઠીક છું. એક પિતાનાં રૂપે મારા માટે આ બધુ ખુબ જ ડિસ્ટર્બિંગ છે. હાલમાં તે માનસિક પીડામાંથી પસાર થઇ રહી છે. પણ હું થોડા દિવસ બાદ આ અંગે જાણવા તેની સાથે વાત કરીશ.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
ગાંધીનગર
દેશ
Advertisement