પોતાની સંગીત સેરેમની દરમિયાન સોનમે જે લહેંગો પહેર્યો હતો, તે ગોલ્ડ અને ઑફ વ્હાઇટ કલરનો હતો. સોનમના લહેંગામાં કુંદન જ્વેલરી હતી. આ સાથે માંગટિકા અને કડાનું મેચઅપ કર્યું હતું, જે તેના લહેંગાના કલર સાથે મેચ થતું હતું. આનંદ પણ સંગીત માટે ગોલ્ડન કુર્તામાં તૈયાર થયો હતો અને બંનેની જોડી કમાલની દેખાતી હતી.
2/5
લહેંગાનાં કામ વિશે ડિઝાઇનરે જણાવ્યું કે, ‘સોનમે અમને 2 વર્ષ પહેલાં આ માટે ઓર્ડર આપ્યો હતો.’ સોનમે લહેંગાની સાથે કુંદન જ્વેલરી પહેરી હતી. સંગીત અને મહેંદી સેરેમનીનું ફંક્શન મુંબઈના સનટેક BKCમાં રાખવામાં આવ્યું હતું.
3/5
ડિઝાઇનર અબૂ જાની અને સંદીપ ખોસલાએ સોનમની તસવીર ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરતા જણાવ્યું હતું કે, આ લહેંગો તૈયાર કરવામાં 18 મહીનાનો સમય લાગ્યો હતો. આ લહેંગામાં ચિકનકારી અને મિરર વર્ક કરવામાં આવ્યું છે.
4/5
સંગીત સેરેમનીમાં સોનમે પહેરેલા આ સુંદર લહેંગાને ફેશન ડિઝાઇનર સંદીપ ખોસલા અને અબૂ જાનીએ તૈયાર કર્યો હતો.
5/5
મુંબઈઃ 8 મેના રોજ સોનમના લગ્ન બિઝનેસમેન આનંદ આહુજા સાથે મુંબઈમાં થયા. આ પહેલા સોનમ કપૂરની સંગીત સેરેમની સાત મેના રોજ તેના સનટેક સિગ્નેચર બિલ્ડિંગમાં યોજાઈ હતી. સંગીત સેરેમનીમાં સોનમ કપૂર ઓફ વ્હાઈટ રંગનો ચિનકારી લહેંગો પહેર્યો હતો. આ લહેંગો જાણીતા ફેશન ડિઝાઈનર અબુ જાની તથા સંદિપ ખોસલાએ તૈયાર કર્યો હતો. આ લહેંગાને તૈયાર કરતાં 18 મહિનાનો સમય થયો હતો.