(Source: ECI/ABP News/ABP Majha)
ફરી સોનૂ સૂદ બન્યા મસીહા, અકસ્માતમાં કારમાં ફસાયેલ યુવકની આ રીતે બચાવી જિંદગી
અભિનેતા સોનુ સૂદે પંજાબમાં એક યુવકનો જીવ બચાવ્યો છે. વાસ્તવમાં યુવક અકસ્માત બાદ કારની અંદર ફસાઈ ગયો હતો. દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલા સોનુ સૂદે અકસ્માત જોતાની સાથે જ પોતાની કાર રોકી હતી અને યુવકની મદદ કરી હતી.
અભિનેતા સોનુ સૂદે પંજાબમાં એક યુવકનો જીવ બચાવ્યો છે. વાસ્તવમાં યુવક અકસ્માત બાદ કારની અંદર ફસાઈ ગયો હતો. દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલા સોનુ સૂદે અકસ્માત જોતાની સાથે જ પોતાની કાર રોકી હતી અને યુવકની મદદ કરી હતી.
ગરીબોના મસીહા કહેવાતા બોલિવૂડ એક્ટર સોનુ સૂદે ફરી એકવાર માનવતાનો દાખલો બેસાડીને પંજાબમાં એક યુવકનો જીવ બચાવ્યો છે. વાસ્તવમાં કાર અકસ્માત બાદ યુવક કારની અંદર ફસાઈ ગયો હતો. આ દરમિયાન ઘટનાસ્થળેથી પસાર થઈ રહેલા અભિનેતા સૂન સૂદે અકસ્માતગ્રસ્ત કાર જોઈ, પછી તેણે પોતાની કાર રોકી અને દોડતા યુવકની મદદ કરવા પહોંચી ગયો.
આ દરમિયાન સોનુ સૂદે કારની અંદર ફસાયેલા યુવકને બહાર કાઢ્યો અને પછી તેને ઊંચકીને તેની કારમાં પણ સૂવડાવી દીધો. જે બાદ તેઓ યુવકને હોસ્પિટલ લઈ ગયા. સાથે જ સમયસર મદદ મળતાં યુવકનો જીવ બચી ગયો હતો. હાલ યુવક હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને તે ખતરા બહાર હોવાનું કહેવાય છે.
મોગા બઠિંડા રોડ પર સર્જાયો હતી દુર્ધટના
યુવક સાથે અકસ્માત મોગા- બઠિંડા રોડ પર મોડી રાત્રે થયો હતો. વાસ્તવમાં બે સ્પીડિંગ કાર એકબીજા સાથે અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે કારનું સેન્ટર લોક થઈ ગયું. જેના કારણે બે યુવકો કારની અંદર ફસાઈ ગયા હતા. યુવકનું નસીબ સારું હતું કે એક્ટર સોનુ સૂદ પણ આ જ રોડ પરથી પસાર થઈ રહ્યો હતો. તેણે માનવતા દાખવતા રોડ પર અકસ્માત જોયો તો તે તરત જ અકસ્માત કરનારી કાર પાસે દોડી ગયો. આ પછી, એક ક્ષણ પણ ગુમાવ્યા વિના, કારના કાચ તોડીને યુવકોને બહાર કાઢવામાં આવ્યા હતા. અને ત્યારબાદ સોનુ સૂદે ઘાયલ યુવકને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કર્યો હતો.
કહેવામાં આવી રહ્યું છે કે., સોનૂ સૂદ મંગળવારે રાત્રે મોગામાં પોતાની બહેન અને કોંગ્રેસના ઉમેદવાર માલવિકા સૂદ માટે પ્રચાર કરીને પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન તેણે રસ્તા પર અકસ્માત જોયો. એવું કહેવામાં આવી રહ્યું છે કે જો યુવાનોને સમયસર મદદ ન મળી તો તેમના જીવને જોખમ થઈ શકે તેમ હતું. હકીકતમાં, અકસ્માત બાદ કારના સેન્ટરલોકને કારણે યુવકો કારમાંથી બહાર નીકળી શક્યો ન હતો. તે ઘાયલ પણ થયો હતો, જેના કારણે તે મદદ માટે કોઈને બોલાવી શક્યો નહોતો. , સોનુ સૂદના આ કામના ખૂબ વખાણ થઈ રહ્યા છે.