Threat: હિન્દુ પંડિતોની સ્ટાઇલમાં ફોટોશૂટ કરાવવું આ એક્ટ્રેસને પડ્યુ ભારે, લોકોએ આપી મારી નાંખવાની ધમકી
ઉર્ફી જાવેદે તાજેતરમાં જ ભૂલ ભુલૈયામાંથી છોટા પંડિતનો લૂક અપનાવ્યો હતો. જેની તસવીરો અને વીડિયો તેણે સોશ્યલ મીડિયા પર શેર કર્યા છે
Uorfi Javed Death Threat: સોશ્યલ મીડિયા સ્ટાર અને એક્ટ્રેસ ઉર્ફી જાવેદ પોતાની વિચિત્ર અને બૉલ્ડ સ્ટાઈલ માટે જાણીતી છે. તે પોતાની અસામાન્ય શૈલીને કારણે ચર્ચામાં રહે છે. જ્યારે પણ ઉર્ફી એવા લૂકમાં દેખાય છે કે બધા ચોંકી જાય છે અથવા માથું પકડી લે છે. આ વખતે ઉર્ફીએ ફિલ્મ ભૂલ ભુલૈયામાંથી છોટા પંડિતના લૂકની નકલ અને સ્ટાઇલ મારી હતી, હવે એક્ટ્રેસને આ ફોટોશૂટ કરાવવું ભારે પડ્યુ છે. ઉર્ફીને છોટા પંડિત બનવું મોંઘુ પડ્યુ છે, તેને જીવથી મારી નાંખવાની ધમકીઓ મળી છે. ઉર્ફીએ સોશ્યલ મીડિયા પર આ માહિતી શેર કરી છે.
ઉર્ફી જાવેદે તાજેતરમાં જ ભૂલ ભુલૈયામાંથી છોટા પંડિતનો લૂક અપનાવ્યો હતો. જેની તસવીરો અને વીડિયો તેણે સોશ્યલ મીડિયા પર શેર કર્યા છે. આ લૂકમાં તે હેલૉવીન પાર્ટીમાં જઈ રહી હતી. આ પછી ઉર્ફીને મેઇલ પર જાનથી મારી નાખવાની ધમકી મળી છે.
ઉર્ફી જાવેદે શેર કર્યો સ્ક્રીનશૉટ
ઉર્ફી જાવેદે પોતાના લૂક અને મેઈલના ફોટો શેર કરતા લખ્યું - હું આ દેશથી સ્તબ્ધ અને આઘાતમાં છું, મને એક ફિલ્મના પાત્રને ફરીથી કરવા માટે જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે, જ્યારે કે તે પાત્ર પર કોઈ પ્રતિક્રિયા આવી નથી.
I’m just shocked and appalled by this country mahn , I’m getting death threats in recreating a character from a movie where as that character didn’t get any backlash :/ pic.twitter.com/pOl9FvTYzT
— Uorfi (@uorfi_) October 30, 2023
એક વ્યક્તિએ ઉર્ફીને જાનથી મારી નાખવાની ધમકી આપતો મેઇલ મોકલ્યો હતો. તેણે લખ્યું- તમે જે વીડિયો અપલૉડ કર્યો છે તેને ડિલીટ કરો, નહીં તો તમને મારવામાં સમય નહીં લાગે. અન્ય એક વ્યક્તિએ મેઈલ કર્યો - ઉર્ફી જાવેદ આપણા હિન્દુ ધર્મને બદનામ કરી રહી છે. જેથી પોતાની જિંદગી ચોરા વચ્ચે ગોળી મારશે.
હેલૉવીન માટે લૂક કર્યો હતો કૉપી
છોટા પંડિતના લૂકમાં વીડિયો શેર કરતી વખતે ઉર્ફી જાવેદે લખ્યું હતું - મને આશા છે કે તમે બધા જાણતા હશો કે છોટા પંડિત ભૂલ ભુલૈયાનું પાત્ર છે. મેં હેલૉવીન પાર્ટી માટે તૈયાર થવા માટે સખત મહેનત કરી પરંતુ થઇ શકી નહીં, તેથી મેં વિચાર્યું કે હું એક વીડિયો પૉસ્ટ કરું.