Champions: ફિલ્મોમાંથી બ્રેક લઇ રહ્યો છે Aamir Khan, આ મોટી ફિલ્મમાં હીરો તરીકે કામ કરવાની ના પાડી દીધી, જાણો
હું મારા પરિવાર સાથે રહેવા માંગુ છુ, મારી માં, મારા બાળકોની સાથે, હું 35 વર્ષથી કામ કરી રહ્યો છું, અને મને લાગે છે કે, હું હંમેશાથી પોતાની ફિલ્મો પર જ ફોકસ કરી રહ્યો છું,
![Champions: ફિલ્મોમાંથી બ્રેક લઇ રહ્યો છે Aamir Khan, આ મોટી ફિલ્મમાં હીરો તરીકે કામ કરવાની ના પાડી દીધી, જાણો superstar aamir khan got bread from film and not be doing acting in champions film Champions: ફિલ્મોમાંથી બ્રેક લઇ રહ્યો છે Aamir Khan, આ મોટી ફિલ્મમાં હીરો તરીકે કામ કરવાની ના પાડી દીધી, જાણો](https://static.abplive.com/wp-content/uploads/sites/2/2016/12/24124316/10Aamir-Khan.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
મુંબઇઃ બૉલીવુડના સુપરસ્ટાર એક્ટ્રર આમિર ખાને મોટો નિર્ણય લીધો છે. આમિર ખાન પોતાની આગામી ફિલ્મ ચેમ્પીનનને લઇને ખુબ ચર્ચામાં છે ત્યારે સમાચાર છે કે એક્ટરે ફિલ્મોમાંથી બ્રેક લેવાનો નિર્ણય કર્યો છે. આમિર ખાને દિલ્હીમાં એક ઇવેન્ટમાં એલાન કરતા બતાવ્યુ કે, તે ફિલ્મ ચેમ્પીયનમાં નહીં કામ કરે, તે એક્ટિંગમાંથી બ્રેક લઇ રહ્યો છે અને તે માત્ર તે ફિલ્મને પ્રૉડ્યસ કરશે, હવે ફિલ્મમાં એક્ટરના રૉલ માટે બીજા હીરોની તલાશ ચાલુ કરી દેવામાં આવી છે.
ફિલ્મોમાંથી આમિર ખાનનો બ્રેક -
ફિલ્મને લઇને ઇવેન્ટમાં વાત કરતા આમિર ખાને કહ્યું કે, ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢા બાદ તેને ચેમ્પીયનનું શૂટિંગ કરવાનુ હતુ, પરંતુ આના બદલે ફિલ્મોમાંથી બ્રેક લેવાનું એલાન કરી દીધુ છે. આમિર ખાને કહ્યું કે, હું જ્યારે હું એક્ટર તરીકે કોઇ ફિલ્મ કરુ છુ તો એટલો ખોવાઇ જાઉં છું કે મને જિંદગીમાં હોવાનો કે પછી કોઇ વસ્તુ વિશે ખબર નથી પડતી. એટલા માટે મે બ્રેક લેવાનુ પસંદ કર્યુ છે.
હું મારા પરિવાર સાથે રહેવા માંગુ છુ, મારી માં, મારા બાળકોની સાથે, હું 35 વર્ષથી કામ કરી રહ્યો છું, અને મને લાગે છે કે, હું હંમેશાથી પોતાની ફિલ્મો પર જ ફોકસ કરી રહ્યો છું, જે મારી નજીક રહેનારા લોકો માટે યોગ્ય નથી.
ચેમ્પીયન ફિલ્મને કરશે પ્રૉડ્યૂસ -
આમિર ખાન એ પણ કહ્યું કે તે જિંદગીને અલગ રીતેથી એક્સપીરિયન્સ કરવા માંગે છે. તેમને કહ્યું કે, હું આગામી દોઢ વર્ષ માટે વિચારી રહ્યો છું, જેમાં હુ એક્ટર તરીકે કામ નહીં કરુ અને એક પ્રૉડ્યૂસર તરીકે એક્ટિવ રહીશ. આમિરે કહ્યું કે તે ફિલ્મ ચેમ્પીયનને પ્રૉડ્યૂસ કરશે, જે એક દિલ ખુશ કરનારી ફિલ્મ અને પ્રેમાણ કહાણી છે. એક્ટરે કહ્યું- હું જે રૉલ કરવાનો હતો, તેને કરવા માટે બીજા એક્ટરોને એપ્રૉચ કરવાનું છું.
#AamirKhan opens up on working as a producer on #Champions and not as an actor, at an event in Delhi.📸
— Pinkvilla (@pinkvilla) November 15, 2022
Watch! 👇 pic.twitter.com/snKGTFBbeS
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)