શોધખોળ કરો
Advertisement
રિયા ચક્રવર્તી સાથે થવાના હતા સુશાંત સિંહના લગ્ન ? પિતરાઈ ભાઈએ કર્યો આ મોટો ખુલાસો
સુશાંત સિંહ રાજપૂતના પિતાએ તેના મોત બાદ કહ્યું હતું કે, જ્યારે અંતિમ વખત તેની સાથે વાત થઈ ત્યારે લગ્નને લઈ વાત કરી હતી.
પટનાઃ સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં હવે નવો વળાંક આવ્યો છે. સુશાંતના પિતા કેકે સિંહે સુશાંતની કથિત ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી વિરુદ્ધ પટનામાં એફઆઇઆર નોંધાવી છે. આ અરજીમાં તેમને રિયા વિરુદ્ધ કેટલાક ગંભીર આરોપો લગાવ્યા છે. એફઆઇઆરમાં દાવો કરવામાં આવ્યો છે કે, સુશાંતને ડર હતો કે ક્યાંક રિયા તેને તેની મેનેજર દિશા સાલિયનની આત્મહત્યા કેસમાં ન ફસાવી દે. એટલે કે રિયા સુશાંતને આત્મહત્યા કેસમાં ફસાવવાનુ કાવતરુ કરી રહી હતી.
સુશાંત સિંહ રાજપૂતના પિતાએ તેના મોત બાદ કહ્યું હતું કે, જ્યારે અંતિમ વખત તેની સાથે વાત થઈ ત્યારે લગ્નને લઈ વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, હું રિયા ચક્રવર્તીને અંગત રીતે નથી જાણતો પરંતુ તે કોઈ બંગાળી છોકરી સાથે રહે છે તેટલું જાણતો હતો. સુશાંતના મોત બાદ તે નવેમ્બર સુધીમાં લગ્ન કરી શકે છે તેવા પણ અહેવાલ આવ્યા હતા.
હવે સુશાંત સિંહના પિતરાઈ ભાઈ નીરજ સિંહ બબલૂએ એબીપી ન્યૂઝને જણાવ્યું કે, મોત પહેલા તેના લગ્નની વાત ચાલતી હતી. જોકે, રિયા ચક્રવર્તી સાથે જ લગ્ન થથે તેવો ફેંસલો નહોતો લેવામાં આવ્યો. નીરજે કહ્યું, તેનો પરિવાર જાણતો હતો કે રિયા સુશાંતને તેના પરિવારથી દૂર કરી રહી છે. પરંતુ આ તેમનો માત્ર પરસ્પર મનભેદ હોવાનું પરિવારને લાગતું હતું. મામલો આટલો ગંભીર બની જશે તેવો અંદાજ પણ નહોતો.
સુશાંતના પિતા કેકે સિંહે રિયા ચક્રવર્તી ઉપર બીજા કેટલાય ગંભીર આરોપો લગાવ્યા છે. જેમાં સુશાંતના એકાઉન્ટમાંથી 15 કરોડ રૂપિયા ઉપાડવાથી લઇને સુશાંતને ડરાવવા અને ધમકાવવાના આરોપો સામેલ છે. સુશાંતના પિતા માને છે કે, સુશાંતની મેનેજર દિશા સાલિયાન કેસમાં રિયા સુશાંતને દબાણ કરીને ધમકાવતી હતી. રિયા સુશાંતને આર્થિક રીતે બંધક બનાવવા માંગતી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
ગુજરાત
શિક્ષણ
ક્રિકેટ
Advertisement