શોધખોળ કરો
Advertisement
સુશાંત સિંહ રાજપૂત કેસમાં સંજય લીલા ભણસાલીની પુછપરછ કરશે પોલીસ
મુંબઈ પોલીસે આ મામલે અત્યાર સુધીમાં 28 લોકોની પુછપરછ કરી છે અને હવે સમાચાર મળી રહ્યા છે કે આ મામલે પોલીસ ફિલ્મ નિર્દેશક સંજય લીલા ભણસાલીની પુછપરછ કરી શકે છે.
મુંબઈ: સુશાંત સિંહ રાજપૂત મોત મામલે મુંબઈ પોલીસ સતત તપાસ કરી રહી છે અને તેની પાછળના કારણો જાણવાની કોશિશ કરી રહી છે. મુંબઈ પોલીસે આ મામલે અત્યાર સુધીમાં 28 લોકોની પુછપરછ કરી છે અને હવે સમાચાર મળી રહ્યા છે કે આ મામલે પોલીસ ફિલ્મ નિર્દેશક સંજય લીલા ભણસાલીની પુછપરછ કરી શકે છે. સંજય લીલા ભણસાલીની પુછપરછ કરવાનું કારણ એ છે કે સુશાંત સિંહ રાજપૂતને સંજય લીલા ભણસાલીની ફિલ્મ ઓફર થઈ હતી પરંતુ બાદમાં સુશાંતને ફિલ્મમાંથી બહાર કરવામાં આવ્યો હતો. પોલીસ સુત્રોએ એ વાતની જાણકારી આપી છે કે સુશાંત સિંહની આત્મહત્યા મામલે પુછપરછ માટે સંજય લીલા ભણસાલીને જાણ કરાઈ છે.
સુશાંત સિંહ રાજપૂતને સંજય લીલા ભણસાલીની સુપરહિટ ફિલ્મ 'ગોલિયો કી રાસલીલા રામ-લીલા' ઓફર કરાઈ હતી બાદમાં તેને આ ફિલ્મમાંથી હટાવવામાં આવ્યો હતો. આ દરમિયાન કહેવામાં આવી રહ્યું છે કે તેનો યશરાજ ફિલ્મ્સ સાથે કરાર હતો, એટલે સુશાંતે આ ફિલ્મને સાઈન નથી કરી.
જ્યારે, સંજય લીલા ભણસાલીનીવધુ એક સુપરહિટ ફિલ્મ બાજીરાવ મસ્તાની માટે સુશાંત સિંહ પ્રથમ પસંદ હતો. પરંતુ બાદમાં તે આ ફિલ્મમાં પણ તે કામ ન કરી શક્યો. એ સમયે જણાવવામાં આવ્યું કે સુશાંત આ દરમિયાન યશરાજની ફિલ્મ પાની પર કામ કરી રહ્યો હતો. હવે સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા મામલે પોલીસ એ તપાસ કરવાની કોશિશ કરી રહી છે કે કેમ સુશાંતને આ મોટી ફિલ્મોને કયા કારણોથી છોડવી પડી.
તેના મોત બાદ જ કહેવામાં આવી રહ્યું છે કે તેનુ ફિલ્મી કરિયર કઈ ખાસ નહોતુ ચાલી રહ્યું. તેને ફિલ્મો ઓફર તો થઈ રહી હતી પરંતુ છેલ્લા સમયે તેને ફિલ્મોમાંથી હટાવવામાં આવતો હતો. સુશાંતે યશરાજની ફિલ્મ પાનીને લઈ આશરે 7 મહિનાની ટ્રેનિંગ અને વર્કશોપ કર્યું પરંતુ બાદમાં ફિલ્મને બંધ કરી દેવામાં આવી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
બિઝનેસ
સ્પોર્ટ્સ
Advertisement