શોધખોળ કરો

સુશાંત સિંહ રાજપૂતના પરિવારે CBIને લખ્યો પત્ર, જાણો શું માંગ કરી

પરિવારે AIIMS ની રિપોર્ટ પર વાંધો ઉઠાવતા કહ્યું કે, ગુપ્તાના નેતૃત્વવાળી ફોરેન્સિક ટીમે પોસ્ટ મોર્ટમ રિપોર્ટ સોંપી નથી પરંતુ તે માત્ર મુંબઈના કૂપર હોસ્પિટલની રિપોર્ટ પર પોતાનો અભિપ્રાય આપી રહ્યાં છે.

નવી દિલ્હી: સુશાંત સિંહ રાજપૂતના પરિવારે સીબીઆઈને પત્ર લખીને આરોપ લગાવ્યો છે કે, દિવંગત અભિનેતાની ફોરેન્સિક તપાસ રિપોર્ટ લીક થવાથી AIIMSના નિદેશક સુધીર ગુપ્તાના ગેર વ્યાવસાયિક વલણની ખબર પડે છે. પરિવારે સુશાંતના મોતના કારણોને યોગ્ય રીતે તપાસ કરવા માટે એક નવી પેનલનું ગઠન કરવાની માંગી કરી છે. એડવોકેટ વરુણ સિંહના હવાલાથી મોકલવામા આવેલા પત્રમાં દાવો કરવામાં આવ્યો છે કે, જો લીક થયેલી રિપોર્ટ સાચી છે તો તે અપૂરતા પૂરાવાના આધારે કાઢવામાં આવેલ પક્ષપાતી તારણ છે. વરુણે કહ્યું કે, “એમ્સ દ્વારા સીબીઆઈને મોકલવામાં આવેલી રિપોર્ટ અંગે મને મીડિયા દ્વારા જાણ થઈ. આ રિપોર્ટ 14 જૂન 2020ના રોજ થયેલા સુશાંતસિંહ રાજપૂતના મોત મામલે સીબીઆઈના અનુમાન સંબંધિત છે. AIIMS ની તપાસ ટીમમાં સામેલ કેટલાક ડૉક્ટરોને પણ મે ટીવી પર આવીને તેમના દ્વારા આપવામાં આવેલી ફોરેન્સિક તપાસ પર નિવેદન આપતા સાંભળ્યાછ છે. ” રાજપૂતના પરિવારના વકીલ વિકાસ સિંહે કહ્યું કે, આ રિપોર્ટની એક કોપી વારંવાર માંગવામાં આવી પરંતુ ગુપ્તા તરફથી કોઈ જવાબ મળ્યો નથી. શું છે દાવો ? પરિવારે AIIMS ની રિપોર્ટ પર વાંધો ઉઠાવતા કહ્યું કે, ગુપ્તાના નેતૃત્વવાળી ફોરેન્સિક ટીમે પોસ્ટ મોર્ટમ રિપોર્ટ સોંપી નથી પરંતુ તે માત્ર મુંબઈના કૂપર હોસ્પિટલની રિપોર્ટ પર પોતાનો અભિપ્રાય આપી રહ્યાં છે. પત્રમાં કહેવામાં આવ્યું છે કે, સંદિગ્ધ શબ પરીક્ષણ, ઉતાવણે કરવામાં આવેલા પોસ્ટ મોર્ટમ અને અપરાધ સ્થળ સાથે ચેડા પર કૂપર હોસ્પિટલના ડૉક્ટરો અને મુંબઈ પોલીસને સાવલ કરી રહ્યા છે. કૂપર હોસ્પિટલમાં કરવામાં આવેલા પોસ્ટ મોર્ટમાં ઘણી અસંગતતાઓ હતી. પત્ર અનુસાર મેજિસ્ટ્રેટના આદેશ વગર પોસ્ટ મોર્ટમ રાતે કરવામાં આવ્યું અને નિયમોની અનદેખી કરવામાં આવી જેના પર દુનિયાભરના એન્ક ફોરેન્સિક વિશેષજ્ઞ એકમત છે. પોસ્ટ મોર્ટમની વીડિયોગ્રાફી કરવામાં આવી નથી. મોતનો સમય નોંધવામાં આવ્યો નથી. શરીર પર ઈજાના નિશાન પર ધ્યાન નથી આપવામાં આવ્યું. તેથી તે ઈજાના કારણો પર કંઈ કહેવામાં આવ્યું નથી. રિપોર્ટમાં તે પગનો ઉલ્લેખન નથી જેમાં ફ્રેક્ચર થયું હતું. પત્રમાં કહેવામાં આવ્યું કે, ડૉ. સુધીર ગુપ્તાનું વલણ અનૈતિક, બિન વ્યવ્યાયિક અને મેડિકલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના દિશા નિર્દેશોનું ઉલ્લંઘન છે.

ટોપ સ્ટોરી

OTT પર મનોરંજનની ભરમાર, રીલિઝ થઇ નવી 8 વેબ સીરિઝ અને ફિલ્મ, જુઓ યાદી
OTT પર મનોરંજનની ભરમાર, રીલિઝ થઇ નવી 8 વેબ સીરિઝ અને ફિલ્મ, જુઓ યાદી
ગોવિંદાનું મેરેજ કરવાનું હતું પ્લાનિંગ એટલે ડિવોર્સની અરજી પરત ખેંચી, સુનિતા આહુજાએ કરી સ્પષ્ટતા
ગોવિંદાનું મેરેજ કરવાનું હતું પ્લાનિંગ એટલે ડિવોર્સની અરજી પરત ખેંચી, સુનિતા આહુજાએ કરી સ્પષ્ટતા
શ્વેતા તિવારીના ઓનલાઇન ઓર્ડરમાંથી નીકળ્યા કૉકરોચ, એક્ટ્રેસે તુકારામ મુન્ડેને પુછ્યું- 'તમે ક્યાં છો?'
શ્વેતા તિવારીના ઓનલાઇન ઓર્ડરમાંથી નીકળ્યા કૉકરોચ, એક્ટ્રેસે તુકારામ મુન્ડેને પુછ્યું- 'તમે ક્યાં છો?'
ગોવિંદાથી છૂટાછેડા કન્ફર્મ? પુત્ર સાથે ફેમિલી કોર્ટ પહોંચી સુનીતા આહુજા, વીડિયો વાયરલ
ગોવિંદાથી છૂટાછેડા કન્ફર્મ? પુત્ર સાથે ફેમિલી કોર્ટ પહોંચી સુનીતા આહુજા, વીડિયો વાયરલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'હું તો બોલીશ'ની અસર, દોડતું થયું પ્રશાસન
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડની મીઠાશ કેમ થઈ મોંઘી ?
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર કે ગુંડો ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઇને અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ
Rahul Gandhi Dharna: પેલેટ ગન મુદ્દે સંસદ માર્ગ પોલીસમથક બહાર ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી
Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી
FD કરાવનારાઓ માટે મોટા સમાચાર! RBIએ બદલ્યા બેંક ડિપોઝિટના નિયમો, 1 ઓક્ટોબર 2026થી થશે લાગુ
FD કરાવનારાઓ માટે મોટા સમાચાર! RBIએ બદલ્યા બેંક ડિપોઝિટના નિયમો, 1 ઓક્ટોબર 2026થી થશે લાગુ
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
ભાવનગર લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક વધીને 9 થયો: રાજ્યભરમાં મીથેનોલના સ્ટોક પર દરોડા, મોરબીમાં દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ
ભાવનગર લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક વધીને 9 થયો: રાજ્યભરમાં મીથેનોલના સ્ટોક પર દરોડા, મોરબીમાં દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ
Embed widget