શોધખોળ કરો
Advertisement
સુશાંત સિંહ રાજપૂતની છેલ્લી ફિલ્મ ‘દિલ બેચારા’ 24 જુલાઈએ ડિઝ્ની હોટસ્ટાર પર થશે રિલીઝ
સુશાંત સિંહ રાજપૂત અને સંજના સંઘી સ્ટારર ફિલ્મ ‘દિલ બેચારા’ હોલિવૂડ ફિલ્મ ‘ધ ફોલ્ટ ઘ ઓવર સ્ટાર્સ’ની રીમેક છે અને આ ફિલ્મનું નિર્દેશન જાણીતા કાસ્ટિંગ ડાયરેક્ટર મુકેશ છાબડાએ કર્યું છે.
મુંબઈ: સુશાંત સિહ રાજપૂતની છેલ્લી ફિલ્મ ‘દિલ બેચારા’ 24 જુલાઈના રોજ ડિજિટલ પ્લેટફોર્મ એટલે કે ડિઝ્ની હોટસ્ટાર પર રિલિઝ થશે. આ સુશાંતની છેલ્લી રિલિઝ ફિલ્મ હશે. ઉલ્લેખનીય છે કે, 34 વર્ષીય સુશાંતે ડિપ્રેશનમાં આવીને મુંબઈમાં પોતાના બ્રાંદ્રા સ્થિત ઘરે ફાંસો લગાવીને આત્મહત્યા કરી લીધી હતી.
સુશાંત સિંહ રાજપૂત અને સંજના સંઘી સ્ટારર ફિલ્મ ‘દિલ બેચારા’ હોલિવૂડ ફિલ્મ ‘ધ ફોલ્ટ ઘ ઓવર સ્ટાર્સ’ની રીમેક છે અને આ ફિલ્મનું નિર્દેશન જાણીતા કાસ્ટિંગ ડાયરેક્ટર મુકેશ છાબડાએ કર્યું છે. ઉલ્લેખનીય છે કે, મુકેશ છાબડા એ વ્યક્તિ છે જેમણે કાસ્ટિંગ ડાયરેક્ટર તરીકે સુશાંત સિંહ રાજપૂતની પ્રથમ ફિલ્મ ‘કાઈ પો ચે’માં હીરો તરીકે કાસ્ટ કર્યો હતો.
સુશાંત સિંહ રાજપૂત અને મુકેશ છાબડા ખૂબજ સારા મિત્ર હતા, સુશાંત બાદ છાબડાએ પોલીસને આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે, તેણે સુશાંત સિંહ રાજપૂતને વચન આપ્યું હતું કે, તે જ્યારે પણ એક કાસ્ટિંગ ડાયરેક્ટરથી ફિલ્મ ડાયરેક્ટર બનશે ત્યારે તેની પ્રથમ ફિલ્મમાં સુશાંતને હીરો તરીકે કાસ્ટ કરશે. મુકેશે દિલ બેચારાથી તેમ કર્યું અને સુશાંતને આપેલું વચન પાળ્યું.
ઉલ્લેખનીય છે કે, દિલ બેચારા ફિલ્મ મે મહીનામાં રિલિઝ થવાની હતી, પરંતુ લોકડાનના કારણે રિલીઝ થઈ શકી નહોતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion