શોધખોળ કરો
Advertisement
સુશાંતના મિત્રએ કર્યો મોટો ખુલાસો, કહ્યું, 'સારા અલી ખાન સાથે રિલેશનશિપમાં હતો સુશાંત'
હાલમાં જ સુશાંતના મિત્ર સૈમુઅલ હોકિપે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક પોસ્ટના માધ્યમથી તેના રિલેશનશિપ વિશે ખુલાસો કર્યો છે.
બોલીવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોત બાદ દરરોજ આ કેસમાં નવા ખુલાસા થઈ રહ્યા છે. જ્યારે ફિલ્મ ઈન્ડસ્ટ્રીના લોકો પણ સતત આ કેસને લઈને ચર્ચામાં ભાગ લઈ રહ્યા છે. હાલમાં જ સુપ્રીમ કોર્ટે સુશાંત કેસની તપાસ સીબીઆઈને સોંપી છે. હવે સુશાંતના મિત્ર સૈમુઅલ હોકિપે સુશાંતના અફેયર વિશે એક ચોંકવનારો ખુલાસો કર્યો છે.
હાલમાં જ સુશાંતના મિત્ર સૈમુઅલ હોકિપે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક પોસ્ટના માધ્યમથી તેના રિલેશનશિપ વિશે ખુલાસો કર્યો છે. હોકિપે લખ્યું, મને સારી રીતે યાદ છે કે ફિલ્મ કેદારનાથ સમયે સુશાંત અને સારાને પ્રેમ થયો હતો. આ દરમિયાન બંનેને અલગ કરવા મુશ્કેલ લાગી રહ્યું હતું. સુશાંત અને સારા બંને ખૂબ જ માસૂમ હતા. બંને એકબીજાનો ખૂબ જ આદર કરતા હતા જે આજકાલના સંબંધોમાં ખૂબ ઓછુ જોવા મળે છે.
આ સિવાય હોકિપે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર લખ્યું કે- સુશાંતની સાથે સાથે સારા તેના પરિવાર, મિત્રો અને સ્ટાફનું પણ સમ્માન કરતી હતી. હું ખૂબ જ હેરાન થયો જ્યારે સારાએ ફિલ્મ સોનચિડિયાનું બોક્સ ઓફિસ પર પ્રદર્શન જોયા બાદ સુશાંત સાથે સંબંધો ખત્મ કરવાનો નિર્ણય કર્યો. શું એ બધુ પણ બોલીવૂડ માફિયાના દબાવ બનાવવાને કારણે બન્યું હતું ?
સુશાંતના મિત્રના આ ચોંકવનારા ખુલાસા બાદ સોશિયલ મીડિયા પર લોકો સતત પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. આ ખુલાસા બાદ સારા અલી ખાન તરફથી કોઈ ટિપ્પણી સામે નથી આવી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion