શોધખોળ કરો
Advertisement
મોત બાદ સુશાંત સિંહના ઘરે પહોંચી Ex ગર્લફ્રેન્ડ, આઘાતમાં થઈ ગઈ આવી હાલત
સુશાંતના ઘરે જઈ રહી હતી તે સમયનો અંકિતાનો વીડિયો પણ સામે આવ્યો હતો જેમાં તે ઘરમાં રડતાં જોવા મળી રહી હતી.
મુંબઈ: બોલિવૂડ અભિનેત્રી અંકિતા લોખંડા હાલમાં જ સુશાંત સિંહ રાજપૂકતના ઘરે પહોંચી હતી. સુશાંતના મોત બાદ પહેલીવાર અંકિત તેના બાંદ્રા વાળા ઘરે પહોંચી હતી.
તે સમયે અંકિતાની સાથે ફિલ્મ પ્રોડ્યુસર સંદીપ સિંહ જોવા મળ્યા હતાં. ત્યારે અંકિતાને સંભાળતાં જોવા મળ્યા હતાં.
સુશાંતના ઘરે જઈ રહી હતી તે સમયનો અંકિતાનો વીડિયો પણ સામે આવ્યો હતો જેમાં તે ઘરમાં રડતાં જોવા મળી રહી હતી.
એટલું જ નહીં સુશાંતના ઘરે જઈ રહી હતી તે સમયે અંકિતાને ચક્કર પણ આવ્યા હતાં. તે સમયે સંદીપસિંહે તેને સંભાળી હતી.
તમને જણાવી દઈએ કે, અંકિતા લોખંડેએ ઘણા વર્ષ સધી સુશાંત સિંહને ડેટ કર્યું હતું. પરંતુ છેલ્લા ઘણાં સમયથી તે અલગ થઈ ગઈ હતી.
ત્યાર બાદ અંકિતા પણ પોતાની જિંદગીમાં આગળ વધી ગઈ અને સુશાંતનું નામ રિયા ચક્રવર્તી સાથે જોડાઈ ગયું હતું.
આ ઘટના અંગે તપાસ કરી રહેલ મુંબઈ પોલીસ અંકિતાની પણ પૂછપરછ કરશે અને તે જાણવા કોશિશ કરશે કે સુશાંત છેલ્લે ક્યારે તેની સાથે વાત કરી હતી.
અંકિત જ નહીં મુંબઈ પોલીસ સુશાંતના તમામ મિત્રોની પૂછપરછ કરશે અને એ જાણવાની કોશિશ કરશ કે સુશાંત આખરે આત્મહત્યા કરવાનું પગલું કેમ ઉઠાવ્યું?
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
મનોરંજન
ગુજરાત
Advertisement