શોધખોળ કરો
Advertisement
PM મોદીની દીવા-મીણબત્તી પ્રગટાવવાની અપીલ પર સ્વરા ભાસ્કરે કહ્યું- બધુ જ કરો, પણ આ યાદ રાખો કે...
પીએમ મોદીએ વીડિયો સંદેશમાં કહ્યું હતું કે, 5 એપ્રિલે રાત્રે 9 કલાકે ઘરની તમામ લાઈટ બંધ કરી ઘરના દરવાજા પર અથવા બાલકનીમાં ઉભા રહીને 9 મિનિટ સુધી મીણબત્તી, દીવો, ટોર્ચ અથવા મોબાઈલની ફ્લેશલાઈટ કરજો.
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે સવારે વીડિયો સંદેશથી દેશવાસીઓને અપીલ કરી હતી કે, 5 એપ્રિલના રોજ રાત્રે 9 વાગ્યે 9 મિનિટ સુધી મીણબત્તી, દીવો, ટોર્ચ અથવા મોબાઈલની ફ્લેશલાઈટ પ્રગટાવજો. હવે પીએમ મોદીની અપીલ લોકોની અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. બોલિવૂડ એક્ટ્રેસ સ્વરા ભાસ્કરે પર આ મુદ્દે ટ્વિટ કરી છે.
સામાજિક મુદ્દાઓ પર પોતાની પ્રતિક્રિયા આપવા માટે જાણીતી સ્વરાએ ટ્વીટ કર્યું કે, “થાળી વગાડો, તાળી વગાડો, દીવા પ્રગટાવો, ટોર્ચ ચાલુ કરો, બધુ જ કરો.... પણ એ પણ યાદ રાખો કે, હોસ્પિટલોમાં ડૉક્ટર, નર્સિઝ અને મેડિકલ સ્ટાફ છે, જેને આ પ્રદર્શન કરતા વધુ ગ્લવ્સ, માસ્ક વગેર પોતાની સુરક્ષા સામગ્રીની જરૂર છે પોતાનો જીવ બચાવવા માટે, જેથી કોરોનાથી દેશને બચાવી શકાઈ. ”
જો કે, સ્વરાના આ ટ્વિટને લઈ કેટલાક લોકો તેને ટ્રોલ કરી રહ્યાં છે, જ્યારે કેટલાક સમર્થનમાં પણ છે. ટીવી અને ફિલ્મ એક્ટ્રેસ શ્રુતિ સેઠે પણ પીએમ મોદીની અપીલ પર પ્રતિક્રિયા આપતા લખ્યું કે, “શું આપણે એકવાર ફરી કેટલીક વાસ્તવિક સમાધાન કરી શકીએ છે. લોકો ઘર વિહોંણા છે, બેરોજગાર છે અને ભૂખ્યા છે મીણબત્તીઓથી તેમા કોઈ ફર્ક નહીં પડે.”
પીએમ મોદીએ શુક્રવારે વીડિયો સંદેશમાં કહ્યું હતું કે, દેશવાસીઓએના મહાસંકલ્પને નવી ઉંચાઈ પર લઈ જવાના છે. 5 એપ્રિલ, રવિવારે રાત્રે 9 કલાકે તમારી 9 મિનિટ માગુ છું. 5 એપ્રિલે રાત્રે 9 કલાકે ઘરની તમામ લાઈટ બંધ કરી ઘરના દરવાજા પર અથવા બાલકનીમાં ઉભા રહીને 9 મિનિટ સુધી મીણબત્તી, દીવો, ટોર્ચ અથવા મોબાઈલની ફ્લેશલાઈટ કરો. આ સમય દરમિયાન ઘરની તમામ લાઈટ બંધ કરશો, ચારેય બાજુએ જ્યારે દરેક વ્યક્તિ એક એક દીવો પ્રગટાવશે ત્યારે પ્રકાશની એ મહાશક્તિનો અનુભવ થશે. કોરોના સંકટના અંધકારને પડકાર આપવાનો છે. આ પ્રકાશની તાકાતનો પરિચય કરાવવાનો છે. દુનિયાએ પ્રકાશ તરફ જવાનું છે. આમ કરવાથી અહેસાસ થશે કે આપણે એકલા નથી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
બોલિવૂડ
અમદાવાદ
Advertisement