મુંબઇઃ બોલિવૂડ એક્ટ્રેસ કરિના કપૂર, સોનમ કપૂર, સ્વરા ભાસ્કરની ફિલ્મ ‘વીરે દી વેડિંગ’ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. ફિલ્મને ધાર્યા કરતા સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, દુબઇમાં આ ફિલ્મને રજૂ કરવામા આવી પરંતુ એક સીન કાપી નાખવામાં આવ્યો છે. વાસ્તવમાં દુબઈ સેન્સર બોર્ડે ‘વીરે દી વેડિંગ’માં સ્વરા ભાસ્કરના માસ્ટરબેશન કરતા સીન પર કાતર ફેરવી દીધી છે.
2/3
‘વીરે દી વેડિંગ’માં સ્વરા ભાસ્કર પર ઓર્ગેઝમ સીન ફિલ્માવાયો છે. જેમાં એક્ટ્રેસને ‘વાઈબ્રેટર’નો ઉપયોગ કરતી બતાવાઈ છે. કેટલાક લોકો આ બોલ્ડ સીન માટે સ્વરાના વખાણ કરી રહ્યા છે. તો કેટલાકે આ સીનને ચીપ અને વલ્ગર ગણાવ્યો છે.
3/3
વાસ્તવમાં ‘વીરે દી વેડિંગ’ ફિલ્મમાં સ્વરા ભાસ્કરને હસ્તમૈથુન કરતી બતાવવામાં આવી છે. જેને લઇને લોકોએ સોશિયલ મીડિયા પર ખૂબ ટ્રોલ કરવામાં આવી રહી છે. જોકે, સ્વરાએ પણ ટ્રોલર્સને જવાબ આપતા તેમની કમેન્ટ્સને ‘પેઈડ ટ્રોલ’ ગણાવી.