શોધખોળ કરો
Advertisement
‘તારક મહેતા....’ની આ એક્ટ્રેસે શેર કરી દીકરાની ક્યુટ તસવીરો, બે મહિના પહેલા જ બની હતી માતા
નવા નવા માતા-પિતા બનેલા પ્રિયા અને માલવ બંને બાળક માટે પૂરતો સમય ફાળવી રહ્યા છે. પ્રિયા ઓગસ્ટમાં બેબીમૂન પર ગઈ ત્યારે તેણે પોતાની પ્રેગનેન્સીની જાહેરાત કરી હતી.
મુંબઈઃ જાણીતા કોમેડી શો તારક મેહતાના ઉલ્ટા ચશ્મામાં રીટા રિપોર્ટરની ભૂમિકા ભજવનારી પ્રિયા આહૂજા વિતેલા વર્ષે 27 નવેમ્બરે માતા બની અને તેણે દીકરાને જન્મ આપ્યો હતો. પ્રિયાએ સોશિયલ મીડિયા પર પોતાના માતા બનવાની જાણકારી આપી હતી. પ્રિયાને માતા બન્યાને લગભગ બે મહિનાનો સમય થઈ ગયો છે અને તે માતૃત્વને એન્જોય કરી રહી છે.
માતા બન્યા બાદ પ્રિયા ઘણી વખત સોશિયલ મીડિયા પર પોતાના દીકરા અરદાસ રાજદાની તસવીર શેર કરી ચૂકી છે. હવે ફરી એક વખત તેણે ફેમિલી ફોટોશૂટ કરાવ્યું અને તસવીર ઇન્સ્ટાગ્રામ પર શેર કરી. પ્રિયાએ જે તસવીર શેર કરી તેમાં આ કપલ વ્હાઇટ કલરના કપડા પહેરેલ જોવા મળી રહ્યા છે તો દીકરાને બ્રાઇટ યલો કલરના કપડામાં વીંટાળેલ છે. શેર કરવામાં આવેલ તમામ તસવીરમાં અરદાસ ખૂબ જ ક્યૂટ લાગી રહ્યો છે.
નવા નવા માતા-પિતા બનેલા પ્રિયા અને માલવ બંને બાળક માટે પૂરતો સમય ફાળવી રહ્યા છે. તેમના ઘરે 27 નવેમ્બરે પુત્રનો જન્મ થયો હતો. તેઓ દીકરાના ખાસ પ્રસંગે અને તહેવારોએ જાતજાતના કપડામાં ફોટોઝ શેર કરતા રહે છે.
પ્રિયાએ દીકરાનું નામ અરદાસ પાડ્યું છે. ઉલ્લેખનીય છે કે પ્રિયા ઓગસ્ટમાં બેબીમૂન પર ગઈ ત્યારે તેણે પોતાની પ્રેગનેન્સીની જાહેરાત કરી હતી. ત્યાં સુધી તેણે આ વાત આખી દુનિયાથી છાની રાખી હતી.View this post on Instagram
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement