શોધખોળ કરો
Advertisement
દિશા વાકાણી પર વિફર્યા ફેન્સ, કહ્યું- ‘આટલો ઇગો હશે લાગતું નહોતું’ દિશાએ આપ્યો આવો જવાબ
એક ફેન્સે તેમને પુછ્યું કે, “તમે અન્ય કોઇ સિરીયલનું શુટીંગ નથી કરી રહ્યા છો તો શું કરી રહ્યા છો?”
મુંબઈઃ જ્યારથી એવા અહેવાલ સામે આવ્યા છે કે ટૂંકમાં જ દિશા વાકાણી એટલે કે જૂની દયાબેન તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં વાપસી કરવાની છે ત્યારથી ફેન્સ પણ તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. સ્થિતિ એ છે કે સોશિયલ મીડિયા પર ફેન્સ દિશાને સીધા જ વાપસીને લઈને સવાલ પૂછી રહ્યા છે
તાજેતરમાં દિશાએ તેમના ફેન્સને તેમને જે પુછવું હોય તે પુછવા માટે કહ્યું હતું પરંતુ સામે એક શરત પણ રાખી હતી કે સિરિયલ અંગે કંઇ પુછવાનું નહીં. છતાં એક ફેન્સે તેમને આ અંગેનો પ્રશ્ન પુછ્યો અને કહ્યું કે, “તમારી અંદર આટલો ઇગો હશે એવું લાગતું નહોંતુ. તમારા ફેન્સ તમને બોલાવી બોલાવીને થાકી ગયા છતાં કેમ નથી આવી રહ્યા?” જવાબમાં દિશાએ કહ્યું કે, “મહેરબાની કરીને મને સ્પેસ આપો”.
અન્ય એક ફેન્સે તેમને પુછ્યું કે, “તમે અન્ય કોઇ સિરીયલનું શુટીંગ નથી કરી રહ્યા છો તો શું કરી રહ્યા છો?” જવાબમાં દિશાએ કહ્યું હતું કે તે “મધરહુડ”માં વ્યસ્ત છું અને તે તેનો આનંદ માણી રહી છે.
નોંધનીય છે કે ઘણા લાંબા સમયથી દિશા વાકાણીની લોકપ્રિય સિરિયલ “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા”માં રીએન્ટ્રીને લઇને અવઢવ જોવા મળી રહી છે. વચ્ચે એક એવા પણ સમાચાર આવ્યા હતા કે હવે તે ગણતરીના દિવસોમાં ફરી ટીવીના પડદા પર જોવા મળશે. તો એવું પણ જાણવા મળ્યું હતું કે દયાના પાત્ર માટે અન્ય અભિનેત્રીઓની શોધ કરવામાં આવી રહી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion