Tamanna Bhatia Birthday: 15 વર્ષની ઉંમરે અભિનયની કરી શરૂઆત, આજે આટલા કરોડની સંપત્તિની માલિક
બોલિવૂડ અભિનેત્રી તમન્ના ભાટિયા આજે પોતાના જન્મદિવસની ઉજવણી કરી રહી છે. સાઉથની ફિલ્મમાં પ્રસિદ્ધિ મેળવ્યા બાદ તમન્નાએ બોલિવૂડમાં પણ પોતાના અભિનયનો પરિચય આપ્યો.
Tamanna Bhatia Birthday:બોલિવૂડ અભિનેત્રી તમન્ના ભાટિયા આજે પોતાના જન્મદિવસની ઉજવણી કરી રહી છે. સાઉથની ફિલ્મમાં પ્રસિદ્ધિ મેળવ્યા બાદ તમન્નાએ બોલિવૂડમાં પણ પોતાના અભિનયનો પરિચય આપ્યો.
તમન્ના માત્ર તમિલ સિનેમામાં જ નહીં પરંતુ તેલુગુ, કન્નડ અને હિન્દી ભાષાની ફિલ્મોમાં પણ કામ કરી ચૂકી છે. અભિનેત્રીએ તેની કારકિર્દી ખૂબ જ નાની ઉંમરે શરૂ કરી હતી. આ દરમિયાન તેના જીવનમાં ઘણા ઉતાર-ચઢાવ આવ્યા, પરંતુ તેમ છતાં પણ આજે સાઉથની દિગ્ગજ અભિનેત્રીઓમાં તેનું નામ સામેલ કર્યું. ભલે તમન્નાની મોટાભાગની ફિલ્મો ફ્લોપ રહી હોય પરંતુ તે સાઉથની સૌથી વધુ ફી લેનારી અભિનેત્રી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અભિનેત્રી એક ફિલ્મ માટે દોઢથી બે કરોડ રૂપિયા ચાર્જ કરે છે. જો આપણે તેની નેટવર્થ એટલે કે કુલ સંપત્તિ વિશે વાત કરીએ, તો અહેવાલો અનુસાર તે 15 મિલિયન એટલે કે લગભગ 110 કરોડની સંપત્તિની માલિક છે.
તમન્નાનો જન્મ 21 ડિસેમ્બર, 1989ના રોજ મુંબઈમાં થયો હતો. તેમના પિતાનું નામ સંતોષ ભાટિયા છે જે હીરાના વેપારી છે, માતાનું નામ રજની ભાટિયા છે જે ગૃહિણી છે. તમન્નાહનું પ્રારંભિક શિક્ષણ જુહુની માનક જી કૂપર એજ્યુકેશનલ ટ્રસ્ટ સ્કૂલમાં થયું હતું. 13 વર્ષની ઉંમરથી જ તમન્ના તેની શાળાના વાર્ષિક સમારોહમાં પરફોર્મ કરતી હતી.
આ પછી તમન્ના એક વર્ષ સુધી મુંબઈના પૃથ્વી થિયેટરમાં રહી. આ દરમિયાન, તેણે વર્ષ 2005માં રિલીઝ થયેલા અભિજિત સાવંતના આલ્બમ ગીત 'લફજો મેં'માં પણ કામ કર્યું હતું. થોડા સમય માટે તેણે મોડલિંગ કર્યું. એડ ફિલ્મો કરી, તમન્ના ભાટિયાએ 15 વર્ષની પહેલી ફિલ્મ 'ચાંદ સા રોશન ચેહરા'. માં કામ કર્યં. જોકે, આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખરાબ રીતે ફ્લોપ રહી.
આ દરમિયાન તમન્નાએ કેટલાક વીડિયો આલ્બમ્સમાં પણ કામ કર્યું હતું. બાદ તે તેલુગુ અને તમિલ ફિલ્મો તરફ વળી. વર્ષ 2005માં તમન્ના ફિલ્મ 'શ્રી'માં જોવા મળી હતી. વર્ષ 2013માં તમન્નાએ હિન્દી ફિલ્મોમાં પોતાનું નસીબ અજમાવ્યું. તે અજય દેવગન સાથે ફિલ્મ 'હિમ્મતવાલા'માં જોવા મળી હતી. વર્ષ 2014માં ફિલ્મ 'હમશકલ્સ'માં કામ કર્યું. તેણે અક્ષય સાથે આગામી ફિલ્મ 'એન્ટરટેનમેન્ટ'માં કામ કર્યું,આ બંને ફિલ્મોમાં તમન્ના મુખ્ય અભિનેત્રી તરીકે જોવા મળી,. પરંતુ તેને ઓળખ સુપરહિટ ફિલ્મ બાહુબલીથી મળી.