શોધખોળ કરો
Advertisement
વધતી જતી દુષ્કર્મની ઘટનાઓ પર કાજોલે કહ્યું- ‘શરમ પીડિતાને નહીં આરોપીને આવવી જોઈએ’
આ સારી વાત છે કે આપણે આ મુદ્દા પર ખુલીને વાત કરી રહ્યા છી એ અને આ મામલે પોલીસમાં ફરિયાદ કરવામાં આવી રહી છે, જે પહેલા થતું ન હતું.
મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ કાજોલ ટૂંકમાં જ ફિલ્મ તાન્હાજીમાં જોવા મળશે. હાલમાં જ તેણે દેશમાં વધી રહેલ દુષ્કર્મની ઘટનાઓ પર વાત કરી હતી. તેણે ખુશી વ્યક્ત કરી કે દેશમાં આ મુદ્દાઓ પર ખુલીને વાત કરવામાં આવી રહી છે.
કાજોલે હાલમાં જ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, આ સારી વાત છે કે આપણે આ મુદ્દા પર ખુલીને વાત કરી રહ્યા છી એ અને આ મામલે પોલીસમાં ફરિયાદ કરવામાં આવી રહી છે, જે પહેલા થતું ન હતું. એક્ટ્રેસે કહ્યું, ‘મને લાગે ચે કે હવે ઘણી બધી વસ્તુઓની નોંધ લેવામાં આવી રહી છે અને આ સારી વાત છે. આ ચર્ચા સારી ચે કારણ કે તેનાથી સમગ્ર દેશમાં સમાજના વિચારો બદલાશે. આ નવું નથી અને પહેલાથી જ થતું આવી રહ્યું છે પરંતુ હવે આપણે આ વિશે વાત કરી રહ્યા છે અને કેસ નોંધવામાં આવી રહ્યા છે તે સારી વાત છે.
કાજોલે કહ્યું કે, ‘બળાત્કારની ઘટનાઓ છેલ્લા ઘણા સમયથી વધી ગઈ છે. પહેલા આવી વાતોને દબાવી દેવાતી હતી, જ્યારે આજે પીડિતા પોતે જ ન્યાય મેળવવા માટેની લડત લડે છે. લોકો પણ પીડિતાને સપોર્ટ કરી રહ્યા છે. આના પરથી સમાજનું માઈન્ડસેટ બદલાયું હોવાનું દેખાઈ છે’.
કાજોલે કહ્યું, ‘રેપ અને જાતીય શોષણને લઈને સમાજમાં ફેરફાર આવ્યો છે, જે છોકરીઓનું શોષણ થાય છે તેને તેના પરિવારનું સમર્થન પણ મળે છે. આ અજીબ છે કે પહેલા લોકો પોતાની દીકરીના ભવિષ્ય અને પરિવારની ઈજ્જત વિશે વિચારીને આ મુદ્દા ઊઠાવતા અચકાતા હતા. હવે આ વિશે ખુલીને વાત કરી રહ્યા છે અને સમજી ગયા છે કે શરમ પીડિતાને નહીં પરંતુ આરોપીને આવવી જોઈએ’.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દુનિયા
ક્રિકેટ
Advertisement