શોધખોળ કરો
Advertisement
પશ્ચિમ બંગાળમાં આ હૉટ એક્ટ્રેસ સહિત પાંચ લોકપ્રિય એક્ટ્રેસ જોડાઈ ભાજપમાં, જાણો કોણ છે આ એક્ટ્રેસ?
બંગાળમાં ટીવી સ્ટાર યશ દાસગુપ્તાની સાથે સાથે પાપિયા અધિકારી જેવી એક્ટ્રેસને બીજેપીએ પોતાની પાર્ટીમાં સામેલ કરી લીધા છે. આ એન્ટ્રીથી બીજેપીની બંગાળમાં તાકાત વધી શકે છે
નવી દિલ્હીઃ વિધાનસભા ચૂંટણી પહેલા બીજેપીએ પશ્ચિમ બંગાળમાં પોતાની પકડ મજબૂત બનાવવાની કોશિશો શરૂ કરી દીધી છે. બીજેપીએ મમતાને ટક્કર આપવા માટે હવે ફિલ્મ જગત સામે હાથ લંબાવ્યો છે. બંગાળમાં ટીવી સ્ટાર યશ દાસગુપ્તાની સાથે સાથે પાપિયા અધિકારી જેવી એક્ટ્રેસને બીજેપીએ પોતાની પાર્ટીમાં સામેલ કરી લીધા છે. આ એન્ટ્રીથી બીજેપીની બંગાળમાં તાકાત વધી શકે છે.
બીજેપીએ બંગાળમાં હૉટ એક્ટ્રેસ ગણાતી પાપિયા અધિકારીને કેસરિયો ખેસ પહેરાવીને પાર્ટીમાં એન્ટ્રી આપી છે, આની સાથે સુતાપા સેન, મિનાક્ષી ઘોષ મોયનિકા બેનર્જી, શર્મિલા ભટ્ટાચાર્ય, શૌમિલી વિશ્વાસ સહિતના કેટલાય સ્ટારે પણ બીજેપીમાં સામેલ થઇ ગયા છે. આ તમામ લોકોને બીજેપી મહાસચિવ કૈલાશ વિજયવર્ગીય અને બીજેપી રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ મુકુલ રૉયની હાજરીમાં બીજેપીમાં સામેલ કરાવવામા આવ્યા છે.
કોણ છે પાપિયા અધિકારી....
પાપિયા અધિકારી એક બંગાળી એક્ટ્રેસ છે, જાત્રા થિયેટરમાં તેનુ મોટુ નામ પણ છે. 37 વર્ષીય એક્ટ્રેસ પાપિયા અધિકારીને જન્મ વેસ્ટ બંગાળના કોલકત્તામાં થયો હતો, બાદમાં તેને એક્ટિંગની દુનિયામાં પગ મુક્યો અને તેને કેટલીય બંગાળી ફિલ્મો અને ટીવી સીરિયલોમાં પોતાનો દબદબો બનાવ્યો હતો. એક્ટ્રેસને બંગાળ સરકાર દ્વારા બેસ્ટ એક્ટ્રેસ એવોર્ડ પણ મળી ચૂક્યો છે. ઘસીકૂટો, ચોકર તાર તૂ અને ગેન્ગસ્ટર ગંગાથી એક્ટ્રેસને નવી ઓળખ મળી છે.
ફાઈલ તસવીર
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
ગુજરાત
ગાંધીનગર
લાઇફસ્ટાઇલ
Advertisement