Tunisha Sharma Death: તુનિષા શર્માના મોત બાદ સેટ પર લોકોને લાગ્યો ડર, સુરક્ષાને લઈને અનેક સવાલ
Tunisha Sharma Death: ટીવી એક્ટ્રેસ તુનિષા શર્માના મૃત્યુ બાદ તેની સાથે કામ કરનારા સેટ પર હાજર લોકો ખૂબ જ ડરી ગયા છે.
Tunisha Sharma Death: ટીવી એક્ટ્રેસ તુનિષા શર્મા આત્મહત્યા કેસમાં દરરોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. સિરિયલના સેટ પર જ અભિનેત્રીએ આત્મહત્યા કરી લીધી હતી. જેના કારણે ત્યાં કામ કરતા લોકો એકદમ ડરી ગયા છે. અને તેઓને હવે ડર સતાવી રહ્યો છે. એ સાથે જ તેઓએ સુરક્ષાને લઈને અનેક સવાલો ઉઠાવ્યા છે. ઓલ ઈન્ડિયા સિને વર્કર્સ એસોસિયેશનના પ્રમુખ સુરેશ શ્યામલાલ ગુપ્તાએ આ વિશે મીડિયા સાથે વાત કરી અને કહ્યું કે તુનિષાના મૃત્યુ પછી સેટ પર હાજર લોકો ડરી ગયા છે. લોકોનું માનવું છે કે આ મામલામાં અમુક સુરાગ ચોક્કસપણે છુપાયેલા છે અને તપાસમાં ઘણું બધું સામે આવશે. તેઓએ આત્મહત્યાના મામલાને લઈને SITની પણ માંગણી કરી છે.
ટીવી એક્ટ્રેસ તુનિષા શર્માએ સેટ પર જ આત્મહત્યા કરી લીધી
ટીવી એક્ટ્રેસ તુનિષા શર્માએ 24 ડિસેમ્બર શનિવારના રોજ શોના સેટ પર આત્મહત્યા કરી લીધી હતી. અભિનેત્રીએ કો-સ્ટાર શિઝાન ખાનના મેક-અપ રૂમમાં ફાંસી લગાવી લીધી હતી. જેના કારણે શિઝાન ખાન પર શંકા વધુ ઘેરી બની છે. તુનિષાની માતાએ શિઝાન વિરુદ્ધ FIR દાખલ કરાવી છે. જેને પગલે પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. શિઝાન ખાનને 4 દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલવામાં આવ્યો છે.
અલગ ધર્મ અને ઉંમરના તફાવતને પગલે બ્રેકઅપ કર્યું: શિઝાન
પોલીસની પૂછપરછ દરમિયાન શિઝાને તુનીશા સાથેના સંબંધમાં હોવાનું કબૂલ્યું હતું અને ખુલાસો કર્યો હતો કે તેને અલગ ધર્મ અને ઉંમરના તફાવતને કારણે બ્રેકઅપ કરી લીધું હતું. તેણે એમ પણ કહ્યું કે શ્રદ્ધા વાલ્કર કેસ પછી દેશ જે સામનો કરી રહ્યો છે તેનાથી તે ખૂબ જ પરેશાન હતો અને તેથી જ તેને બ્રેકઅપ કરવાનો નિર્ણય કર્યો હતો.
આજે અંતિમ સંસ્કાર થવાના છે
એવું લાગે છે કે બ્રેકઅપ પછી બંને વચ્ચે વસ્તુઓ સારી ન હતી અને તેથી જ તુનિષાએ નારાજ થઈને આ પગલું ભરી લીધું હતું. તુનિષાના અંતિમ સંસ્કાર આજે મુંબઈમાં કરવામાં આવશે. તુનિષાના અંતિમ સંસ્કારમાં વિલંબ થયો કારણ કે અભિનેત્રીના પરિવારના સભ્યો લંડનથી તેની કાકીની પાછા ફરવાની રાહ જોઈ રહ્યા હતા.
તુનિષા શર્માનો 4 જાન્યુઆરીએ જન્મદિવસ
તુનિષા શર્માના જન્મદિવસને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા હતા. તે 4 જાન્યુઆરીએ 21 વર્ષની થઈ હોત. પરંતુ જન્મદિવસ પહેલા તેણે આત્મહત્યા કરી લીધી હતી. અભિનેત્રીના મૃત્યુથી તેના પરિવારના સભ્યો ભાંગી પડ્યા છે. તેની માતા તેની પુત્રીની વિદાયના દુઃખથી સંપૂર્ણપણે ભાંગી પડી છે.