'અનુપમા'ના સેટ પર મોટી દુર્ઘટના, કરંટ લાગતા ટીમના સદસ્યનું થયું મોત
હવે શોના સેટ પર વધુ એક મોટી ઘટના બની છે. શોના સેટ પર થયેલા એક મોટા અકસ્માતને કારણે આ શો સમાચારમાં છે.
રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્ના સ્ટારર અનુપમા હંમેશા ચર્ચામાં રહે છે. આ શો હંમેશા TRP ચાર્ટમાં ટોપ પર રહ્યો છે. શોની સ્ટોરીલાઈનને દર્શકોનો ઘણો પ્રેમ મળી રહ્યો છે. આ શો શરૂઆતથી જ TRP ચાર્ટ પર રાજ કરી રહ્યો છે. પરંતુ આ અઠવાડિયે તે બીજા સ્થાને સરકી ગયો છે. જોકે, હવે આ શો ઘણી વિવાદાસ્પદ બાબતોને લઈને ચર્ચામાં છે. આપણે જોયું કે કેટલા લોકપ્રિય સ્ટાર્સે શો છોડી દીધો. એવું કહેવાય છે કે તે તેના પાત્રોથી ખુશ નહોતા અને રૂપાલી સાથે અણબનાવ હતો. આ મુદ્દાઓને લઈને ઘણી વાર્તાઓ બહાર આવી રહી છે.
View this post on Instagram
અનુપમાના સેટ પર મોટો અકસ્માત
હવે શોના સેટ પર વધુ એક મોટી ઘટના બની છે. શોના સેટ પર થયેલા એક મોટા અકસ્માતને કારણે આ શો સમાચારમાં છે. અહેવાલો અનુસાર, સેટ પરના એક ક્રૂ મેમ્બરનું ઇલેક્ટ્રિક શોકને કારણે મૃત્યુ થયું છે. વ્યક્તિને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો પરંતુ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.
આ ઘટના ત્યારે બની જ્યારે ક્રૂ મેમ્બર કેટલીક ટેકનિકલ વસ્તુઓ સંભાળી રહ્યો હતો અને અકસ્માતે વીજ વાયરને અડકી ગયો. FWICE આ મામલે તપાસ કરી રહી છે.
તેણે જણાવ્યું કે ગુરુવારે (14 નવેમ્બર) રાત્રે અનુપમાના સેટ પર શોર્ટ સર્કિટને કારણે એક લાઇટમેનનું મોત થયું હતું. તેમણે કહ્યું કે તેઓ મામલાની તપાસ કરી રહ્યા છે અને વ્યક્તિનું નામ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે પરંતુ પ્રોડક્શન ટીમ મૃતકનું નામ છુપાવી રહી છે.
તેમણે કહ્યું, "પ્રોડક્શન ટીમ આને કેમ છુપાવવા માંગતી હતી તેની તપાસ કરવામાં આવી રહી છે. જો બેદરકારી હશે તો તેને સાંખી લેવામાં આવશે નહીં." રાજન શાહીના ડાયરેક્ટર કટ પ્રોડક્શને આ મામલે પોતાનું સત્તાવાર નિવેદન જારી કર્યું નથી.
તાજેતરમાં, શોના ઘણા કલાકારોએ શોને ટાટા-બાય-બાય કહ્યું અને બીજી તરફ ભૂતકાળમાં રૂપાલી ગાંગુલીના અંગત જીવન વિશે ઘણી ચર્ચા થઈ હતી. હવે શોના સેટ પર એક મોટી દુર્ઘટનાના સમાચાર પણ આવ્યા છે, જેમાં અનુપમાની ટીમના એક સભ્યએ જીવ ગુમાવ્યો છે.
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા