Bad News: ટીવી એક્ટ્રેસના પિતાનું નિધન, અભિનેત્રીએ ભાવુક પૉસ્ટ શેર કરીને આપી શ્રદ્ધાંજલિ
એક્ટ્રેસ પૂજા બેનર્જી 4 ડિસેમ્બરે પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક તસવીરની સાથે એકદમ ભાવુક પૉસ્ટ શેર કરતા લખ્યું- બાબા તમારી આત્માને શાંતિ મળે,
મુંબઇઃ ટીવી શૉ 'કુમકુમ ભાગ્ય'માં રિયાનો રૉલ ભજવનારી એક્ટ્રેસ પૂજા બેનર્જીના માથે અત્યારે દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. પૂજા બેનર્જીએ પોતાના ફેન્સને પોતાના પિતાના નિધનની ખબર આપતી એક પૉસ્ટ કરી છે, એક્ટ્રેસના પિતાનુ નિધન થઇ ગયુ છે, એક્ટ્રેસે પૉસ્ટમાં બતાવ્યુ કે, તેના પિતા હવે આ દુનિયામાં નથી રહ્યાં, તેને એક ઇમૉશનલ પૉસ્ટ લખી છે.
એક્ટ્રેસ પૂજા બેનર્જી 4 ડિસેમ્બરે પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક તસવીરની સાથે એકદમ ભાવુક પૉસ્ટ શેર કરતા લખ્યું- બાબા તમારી આત્માને શાંતિ મળે, મને ખબર છે કે, તમે હવે સારી જગ્યા પર છો, ઓમ શાંતિ.... તમે બહુજ યાદ આવશો.. સંદીપ, સના, પૂજા, નીલ અને આકાશ. સોશ્યલ મીડિયા પર આ પૉસ્ટને જોતાની સાથે જ ફેન્સ અને કેટલાય સ્ટાર્સે એક્ટ્રેસના પિતાના શ્રદ્ધાંજલિ આપી હતી.
View this post on Instagram
ઉલ્લેખનીય છે કે, ટીવી એક્ટ્રેસ પૂજા બેનર્જી હાલમાં વેકેશન પર છે, છેલ્લા કેટલાય સમયથી ટીવી પરથી ગાયબ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેને પ્રેગનન્સીના કારણે શૉને વચ્ચે જ છોડી દીધો હતો. તાજેતરમાં જ પૂજા બેનર્જી બાળકને જન્મ આપ્યો હતો. છેલ્લીવાર એક્ટ્રેસને લોકપ્રિય સીરિયલ કુમ કુમ ભાગ્યમાં જોવામાં આવી હતી. આ સીરિયલમાં એક્ટ્રેસે નેગેટિવ રૉલ કર્યો હતા છતાં ખાસી એવી પૉપ્યૂલારિટી હાંસલ કરી હતી.
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram