![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
નોરા ફતેહીની આ સ્ટાર સિંગર સાથે ઉઠી અફેરની ચર્ચા, ગોવા બીચ પરની બન્નેની મોજ મસ્તી કરતી તસવીરો વાયરલ
શનિવારે નોરા ફતેહી અને ગુરુ રંધાવાને ગોવાના દરિયાકિનારે સ્પૉટ કરવામાં આવ્યો હતો. બન્ને દરિયાકિનારે ટહેલતા એકબીજાની સાથે મોજ મસ્તી કરીને સમય પસાર કરતા દેખાયા હતા.
![નોરા ફતેહીની આ સ્ટાર સિંગર સાથે ઉઠી અફેરની ચર્ચા, ગોવા બીચ પરની બન્નેની મોજ મસ્તી કરતી તસવીરો વાયરલ Goa Beach Pics : Dancer nora fatehi and guru randhawa sea photos viral નોરા ફતેહીની આ સ્ટાર સિંગર સાથે ઉઠી અફેરની ચર્ચા, ગોવા બીચ પરની બન્નેની મોજ મસ્તી કરતી તસવીરો વાયરલ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/12/12/dcf0e6580b3b44a3c9df956d60fed4f5_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
મુંબઇઃ ટૉપ ડાન્સર અને બૉલીવુડ એક્ટ્રેસ નોરા ફતેહી આજકાલ પોતાની સેક્સી અદાઓને લઇને ખુબ ચર્ચામાં રહે છે, તાજેતરમાં ઇન્ટરનેટ પર વાયરલ થયેલી કેટલીક તસવીરો ફેન્સને ખુબ પસંદ આવી રહી છે. આ તસવીરોમાં નોરા ગુરુ રંધાવા સાથે દેખાઇ રહી છે. ગુરુ રંધાવા પંજાબી સિંગર છે અને બન્નેએ અનેકવાર સાથે કામ પણ કર્યુ છે. બન્નેની રીલ લાઇફ કોલોબોરેશને કેટલાય લોકોના દિલની ધડકનો વધારી દીધી છે.
શનિવારે નોરા ફતેહી અને ગુરુ રંધાવાને ગોવાના દરિયાકિનારે સ્પૉટ કરવામાં આવ્યો હતો. બન્ને દરિયાકિનારે ટહેલતા એકબીજાની સાથે મોજ મસ્તી કરીને સમય પસાર કરતા દેખાયા હતા. બન્નેને આ રીતે સાથે જોઇને લોકો બન્નેના રિલેશન અંગે ચર્ચાઓ કરી રહ્યાં છે. બન્ને માટે ફેન્સ તેમના ડેટિંગનો કયાસ પણ લગાવી રહ્યાં છે. નોરા અને ગુરુની વાયરલ તસવીરો પર ફેન્સ જબરદસ્ત કૉમેન્ટ કરી રહ્યાં છે.
એક યૂઝરે લખ્યું- નવુ કપલ. એક બીજાએ લખ્યું- ચાલો વધુ એક પરજાઇ મળી ગઇ પંજાબને. વળી, બીજા એક યૂઝરે લખ્યું- શું આ બન્ને ડેટ કરી રહ્યાં છે?. બીજાએ લખ્યું- ગુરુએ ફતેહ કરી લીધી નોરા. આ સિવાય ઘણાબધા ફેન્સ નોરા અને ગુરુની આ તસવીરો પર રિલેશન અને અફેરને લઇને કૉમેન્ટ કરી રહ્યાં છે. પરંતુ આ બધાની વચ્ચે શું ખરેખર નોરા અને ગુરુ એકબીજાને ડેટ કરી રહ્યાં છે કે પછી કોઇ મ્યૂઝીક વીડિયોના શૂટિંગમાંથી આ તસવીરો વાયરલ થઇ છે, એ તો સમય જ બતાવશે.
View this post on Instagram
View this post on Instagram
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)