Pics: 'કુંડલી ભાગ્ય'ની પ્રીતા રિયલ લાઇફમાં છે હૉટ, પતી સાથે શેર કરી તસવીરો, જાણો લવ સ્ટૉરી
વર્ષ 2021 માં 'કુંડલી ભાગ્ય' ફેમ એક્ટ્રેસે પોતાની વેડિંગનુ એનાઉન્સમેન્ટ કર્યુ અને બન્ને સાત જન્મોના બંધનમાં બંધાઇ ગયા,
Shraddha Arya And Rahul Nagal Love Story: ટીવી એક્ટ્રેસ શ્રદ્ધા આર્યાની આજે 16 નવેમ્બરે પહેલી વેડિંગ એનિવર્સરી (Shraddha Arya Wedding Anniversary) છે. એક્ટ્રેસની લવ સ્ટૉરી પણ એકદમ કમાલની છે અને ફિલ્મી રહી છે. 'કુંડલી ભાગ્ય' ફેમ 'પ્રીતા'એ 16 નવેમ્બર, 2021એ પોતાના બૉયફ્રેન્ડ રાહુલ નાગલ (Rahul Nagal) સાથે લગ્ન કરી લાધા હતા. બન્ને વચ્ચે ગાઢ દોસ્તી હતી, અને આ બાદમાં પ્રેમમાં પરિણમી હતી.
શ્રદ્ધા આર્યા અને રાહુલ નાગલની લવ સ્ટૉરી એકદમ રોમાન્ટિક છે, બન્નેની પહેલી મુલાકાત કૉમન ફ્રેન્ડ દ્વારા થઇ હતી અને પછી બન્ને ડેટિંગ કરવા લાગ્યા હતા.
શ્રદ્ધા આર્યાએ બતાવ્યુ હતુ કે, કમાન્ડર રાહુલ નાગલની સાથે વર્ષ સુધી રિલેશનશીપમાં રહી, પરંતુ તેને લગ્ન વિશે વિચાર્યુ પણ નહતુ, પરંતુ તેને તેમના કમાન્ડર યૂનિફોર્મ સાથે પ્રેમ થઇ ગયો હતો અને આ સંબંધોને એક નામ આપવાનુ વિચારી લીધુ હતુ.
View this post on Instagram
લાંબા સમય સુધી રાહુલ અને શ્રદ્ધા આર્યા લૉન્ગ ડિસ્ટન્ટસ રિલેશનશીપમાં રહ્યાં, પછી રાહુલ નાગલની બીજા શહેરમાં પૉસ્ટિંગ થઇ ગયુ હતુ, આની વચ્ચે બન્નેને અહેસાસ થયો કે આ સંબંધ દોસ્તીથી વધીને છે, અને બન્નેએ લગ્ન કરવાનો પ્લાન બનાવ્યો. શ્રદ્ધા આર્યા અને રાહુલ નાગલે પોતાના રિલેશનશિપને પબ્લિક કર્યા અને દોસ્તો અને ફેમિલીની સાથે એક નાના ફંન્કશનમાં સગાઇ કરી લીધી.
View this post on Instagram
વર્ષ 2021 માં 'કુંડલી ભાગ્ય' ફેમ એક્ટ્રેસે પોતાની વેડિંગનુ એનાઉન્સમેન્ટ કર્યુ અને બન્ને સાત જન્મોના બંધનમાં બંધાઇ ગયા, શ્રદ્ધા આર્યાની વેડિંગ તસવીરો સોશ્યલ મીડિયા પર ખુબ ધૂમ મચાવી રહી હતી.
View this post on Instagram
લગ્ન બાદ કપલે મુંબઇમાં ગ્રાન્ડ રિસેપ્શન પાર્ટી આપી, જેમાં મોટા મોટા ટીવી અને બૉલીવુડ સ્ટાર સામેલ થયા હતા. શ્રદ્ધા આર્યાએ સોશ્યલ મીડિયા પર પોતાના હનીમૂની તસવીરો પણ શેર કરી હતી, જેમાં આ કપલ બીચ પર રોમાન્ટિક દેખાઇ રહ્યું હતુ.
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram