Photos: લૉકઅપ્સ સ્ટારે બેકલેસ ડ્રેસમાં શેર કરી શાનદાર તસવીરો, 12 વર્ષના ડેટિંગ બાદ બૉયફ્રેન્ડ સાથે હમણાં જ કર્યા છે લગ્ન, જુઓ.
બેકલેસ સિલ્વર શિમર ગાઉનમાં પાયલ રોહતગી કેર વર્તાવ્યો છે. આમાં એક્ટ્રેસ કૉન્ફિડેન્ટ અને હૉટ દેખાઇ રહી છે. તેને આ તસવીરોમાં ન્યૂડ મેકઅપ સાથે ખુલ્લા વાળમાં પૉઝ આપ્યા છે,
Payal Rohatgi Latest Photos: ટીવી રિયાલિટી સ્ટાર અને એક્ટ્રેસ પાયલ રોહતગીએ લગ્ન બાદ પહેલીવાર પોતાના ગ્લેમરસ અવતારને ફેન્સ સામે શેર કર્યો છે. એક્ટ્રેસનો આ અંદાજ બધાને દિવાના બનાવી રહ્યો છે. બૉલીવુડ અભિનેત્રી પાયલ રોહતગી (Payal Rohatgi) એ તાજેતરમાં જ પોતાના ઇન્સ્ટાગ્રામ પર લેટેસ્ટ ફોટોઝ શેર કરી છે, જેમાં તેનો ગ્લેમરસ લૂક જોવા મળી રહ્યો છે.
બેકલેસ સિલ્વર શિમર ગાઉનમાં પાયલ રોહતગી કેર વર્તાવ્યો છે. આમાં એક્ટ્રેસ કૉન્ફિડેન્ટ અને હૉટ દેખાઇ રહી છે. તેને આ તસવીરોમાં ન્યૂડ મેકઅપ સાથે ખુલ્લા વાળમાં પૉઝ આપ્યા છે, જે તેને ગ્રેસફૂલ ટચ આપી રહ્યો છે. આ આઉટફિટમાં પાયલ 'લડકી હૂં લડ શકતી હૂં' કેમ્પેનમાં સામેલ થઇ હતી. તેને અહીં સન્માનિત કરવામાં આવી હતી. કેટલાય યૂઝર પાયલને કોંગ્રેસના કેમ્પેનમાં સામેલ થવા પર ટ્રૉલ પણ કરી રહ્યાં છે, કેમ કે તે ખુલ્લેઆમ બીજેપીની સમર્થક રહી ચૂકી છે.
પાયલ રોહતગી કંગના રનૌતના ટીવી રિયાલિટી શૉ ‘લૉક અપ’માં પણ દેખાઇ ચૂકી છે. થોડાક દિવસો પહેલા તેને સોશ્યલ મીડિયા પર ગરબા રમતો વીડિયો પણ શેર કર્યો હતો. પાયલ રોહતગી અને સંગ્રામ સિંહે 9 જુલાઇ, 2022 એ આગરામાં લગ્ન કરી લીધા હતા. લગ્ન બાદ પાયલની મેરેજ તસવીરો પણ ખુબ વાયરલ થઇ હતી.
View this post on Instagram
ખાસ વાત છે કે, એક્ટ્રેસ પાયલ રોહતગી (Payal Rohatgi) અને સંગ્રામ સિંહ (Sangram Singh)નો પ્રેમ કોઇનાથી છુપાયેલો નથી. તે બન્ને છેલ્લા 12 વર્ષથી એકબીજાને ડેટિંગ કરી રહ્યાં હતા.
View this post on Instagram
એક્ટ્રેસ પાયલ રોહતગીએ લૉકઅપ શૉમાં એ વાતનો ખુલાસો કરતાં રડી પડી હતી કે, તે ક્યારેય માં નહીં બની શકે. તેને કહ્યું હતુ કે તેને આઇવીએફ જેવી કેટલીય ટેકનિકોને અપનાવી પણ કોઇ ફાયદો નથી દેખાયો. શૉમાં આ વાતનો ખુલાસો કરતાં તે રડવા લાગી હતી.
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram