તુનિષા શર્માને હતો 'સીક્રેટ બોયફ્રેન્ડ' ? શિઝાનનો વકીલ 11 વાગ્યે શું કરશે મોટો ધડાકો ?
શિઝાનના વકીલ શૈલેન્દ્ર મિશ્રાએ દાવો કર્યો કે તેનો અસીલ નિર્દોષ છે અને કહ્યું કે તે આજે 2 જાન્યુઆરીએ યોજાનારી પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તે સાબિત કરશે
20 વર્ષની ટીવી એક્ટ્રેસ તુનિષા શર્માએ આત્મહત્યા કરી અને બધાને હચમચાવી દીધા છે. અભિનેત્રી તેના શો 'દાસ્તાન-એ-કાબુલ'ના સેટ પર તેના સહ અભિનેતા અને કથિત બોયફ્રેન્ડ શીઝાન ખાનના મેક-અપ રૂમમાં મૃત હાલતમાં મળી આવી હતી. તેના કેસમાં હાલમાં જ શિઝાનના વકીલે અભિનેત્રીની માતા અને કાકા પર 'ઇરાદાપૂર્વક અને જાણી જોઈને' તપાસને ગેરમાર્ગે દોરવાનો આરોપ મૂક્યો છે.
તુનિષા શર્માને હતો 'સીક્રેટ બોયફ્રેન્ડ' ?
શિઝાનના વકીલ શૈલેન્દ્ર મિશ્રાએ દાવો કર્યો કે તેનો અસીલ નિર્દોષ છે અને કહ્યું કે તે આજે 2 જાન્યુઆરીએ યોજાનારી પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તે સાબિત કરશે. તેના વકીલે કહ્યું, " શિઝાન નિર્દોષ છે. હું આ પહેલા દિવસથી કહી રહ્યો છું. તે નિર્દોષ છે."
View this post on Instagram
તેણે વધુમાં કહ્યું કે, "અમે પોલીસને તમામ પુરાવા પહેલેથી જ આપી દીધા છે. તેની માતા અને પવન શર્મા નામની વ્યક્તિ જાણીજોઈને તપાસને ગેરમાર્ગે દોરી રહી છે. અમે સોમવારે સવારે 11 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ કરીશું અને શિઝાનનો પરિવાર પણ તેમાં હાજર રહેશે." અમે સાબિત કરીશું કે તમામ આરોપો ખોટા છે. જે પણ થયું છે તે બીજા કોઈએ કર્યું છે અને બધુ જ શિઝાન સહન કરી રહ્યો છે."
તુનિષા મૃત હાલતમાં મળી આવી
શનિવારે વસઈ કોર્ટે તુનિષા શર્માની આત્મહત્યાના સંબંધમાં શિઝાન ખાનને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધો હતો.
24 ડિસેમ્બરે 'અલીબાબાઃ દાસ્તાન-એ-કાબુલ' શોના સેટ પર તુનિષા મૃત હાલતમાં મળી આવી હતી. તે તેના કો-એક્ટર શિઝાન સાથે રિલેશનશિપમાં હોવાનું કહેવાય છે. તેની માતાએ નોંધાવેલી ફરિયાદના આધારે તેની આઈપીસી કલમ 306 હેઠળ ધરપકડ કરવામાં આવી છે.