શોધખોળ કરો
Advertisement
‘ધ કપિલ શર્મા શો’ના એક એપિસોડ માટે આટલી ફી લે છે સુમોના ચક્રવર્તી, જાણીને થઈ જશો હેરાન
એક્ટ્રેસ અને કૉમેડિયન સુમોના ચક્રવર્તી ધ કપિલ શર્મા શોની સૌથી જૂના કલાકારોમાંથી એક છે. તે કપિલ શર્મા સાથે કૉમેડી શો કૉમેડી સર્કસમાં પણ તેની સાથે હતી.
મુંબઈ: એક્ટ્રેસ અને કૉમેડિયન સુમોના ચક્રવર્તી ધ કપિલ શર્મા શોની સૌથી જૂના કલાકારોમાંથી એક છે. તે કપિલ શર્મા સાથે કૉમેડી શો કૉમેડી સર્કસમાં પણ તેની સાથે હતી. તે ધ કપિલ શર્મા શોમાં ભૂરીની ભૂમિકા નિભાવે છે છે અને પોતાની અદાઓ, ડાન્સ અને કૉમેડિ ટાઈમિંગ અને ડાયલોગ્સથી ગેસ્ટના દિલ જીતી લે છે. તે ઓડિયન્સનું મનોરંજન કરે છે અને ઓડિયન્સ પણ તેને ખૂબ જ પસંદ કરે છે.
પરંતુ શું તમે જાણો છો કે સુમોના ધ કપિલ શર્મા શોમાં કામ કરવા માટે કેટલી રકમ લે છે ? આ જાણીને તમે હેરાન પણ થશો અને થોડા નિરાશ પણ. કારણ કે શોમાં કામ કરવાના તે કપિલ શર્મા, ભારતી સિંહ, ચંદન પ્રભાકર, કીકી શારદા, કૃષ્ણા અભિષેક અને જજ અર્ચના કરતા પણ ઓછી રકમ ચાર્જ કરે છે.
2-3 લાખ રૂપિયા પ્રતિ એપિસોડ
ધ ટાઈમ્સ ઓફ ઈન્ડિયાની એક રિપોર્ટ મુજબ, સુમોના ધ કપિલ શર્મા શોના એક એપિસોડ કરવા માટે 2-3 લાખ રૂપિયા લે છે. એટલે કે એક વીકેન્ડ એપિસોડ પર તે 4-6 લાખ રૂપિયા લે છે. જ્યારે અન્ય કલાકાર પાંચ લાખ રૂપિયા અથવા તો તેની કરતા વધારે રકમ ચાર્જ કરે છે. સુમોના આટલી ફીમાં ખૂબ જ ખુશ છે. તેનું કહેવું છે કે તે જેટલું કામ કરે છે, તે મુજબ ખૂબ જ સારી રકમ છે.
સુમોના જેટલું શોમાં ઓડિયન્સ પસંદ કરે છે, સોશિયલ મીડિયા પર પણ તેનું ફેન ફોલોવર્સ ખૂબ જ સારૂ છે. હાલમા જ ઈન્સ્ટાગ્રામ પર તેના 10 લાખ ફોલોવર્સ થયા છે. સુમોનાએ ફેન્સ માટે મેસેજ લખ્યો, તમારા શરત વગરના પ્રેમ, સપોર્ટ અને દુવાઓ માટે આભાર.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દુનિયા
દેશ
ઓટો
Advertisement