TMKOC : 'તારક મેહતા....'ના ચાહકો માટે ગુડ ન્યૂઝ, દયાબેન કરી શકે છે કમબેક
વર્ષ 2017માં તેણીએ બાળકના જન્મને કારણે પ્રસૂતિ રજા લીધી. જો કે, હજુ સુધી તે પરત ફરી નથી. ચાહકો ફરી એકવાર તેને શોમાં જોવા માંગે છે. જ્યારે તેના શોમાં પાછા ફરવાની અટકળો ઘણી વખત થાય છે.
Taarak Mehta Ka Ooltah Chashmah Daya Ben: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા એ ટીવી જગતનો એક એવો શો છે, જે છેલ્લા 15 વર્ષથી સતત લોકોનું મનોરંજન કરી રહ્યો છે. જો કે શોના તમામ પાત્રોને લોકો પસંદ કરે છે પરંતુ દર્શકો શોમાં દયા બેનને ખૂબ જ મિસ કરે છે. અભિનેત્રી દિશા વાકાણી આ શોમાં દયા બેનનું પાત્ર ભજવે છે પરંતુ તે લાંબા સમયથી આ શો થી દૂર છે.
વર્ષ 2017માં તેણીએ બાળકના જન્મને કારણે પ્રસૂતિ રજા લીધી. જો કે, હજુ સુધી તે પરત ફરી નથી. ચાહકો ફરી એકવાર તેને શોમાં જોવા માંગે છે. જ્યારે તેના શોમાં પાછા ફરવાની અટકળો ઘણી વખત થાય છે. ઘણી વખત એવા સમાચાર આવ્યા હતા કે મેકર્સ દયાબેનના રોલ માટે બીજી અભિનેત્રીની પણ શોધ કરી રહ્યા છે. હવે શોના નિર્માતા અસિત કુમાર મોદીએ ફરી એકવાર શોમાં વાપસીને લઈને ખુલાસો કર્યો છે.
શું દિશા વાકાણી પરત આવશે?
હાલમાં જ ટપુની શોમાં વાપસીને લઈને યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં અસિત કુમાર મોદીએ પણ દયા ભાભીના કમબેક વિશે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, જો દિશા વાકાણી શોમાં પરત આવે તો સારું. પરંતુ હવે તેની પાસે એક કુટુંબ છે, તેની પાસે પારિવારિક જીવન છે જે તેની પ્રાથમિકતા છે. તેના માટે શોમાં પરત આવવું થોડું મુશ્કેલ છે. તેમણે આગળ કહ્યું હતું કે, ટપુ આવી ગયો છે, હવે દયાબેન પણ જલ્દી આવશે. અને ફરી એકવાર ગોકુલધામમાં દાંડિયા, ગરબા જોવા મળશે. અત્યાર સુધી રાહ જોઈ છે હવે થોડી વધુ રાહ જુઓ. દયા બેન જલ્દી આવશે. હવે વધારે સમય નહિ લાગે.
આ અભિનેતાએ ટપુનું સ્થાન લીધું
આ શોમાં રાજ અનડકટ પહેલા ટપુનું પાત્ર ભજવી રહ્યો હતો. જો કે ગયા વર્ષે તેણે આ શોને અલવિદા કહ્યું હતું, ત્યારબાદ ચાહકો નવા ટાપુની રાહ જોઈ રહ્યા હતા. હવે નીતીશ ભાલુની આ શોમાં ટપુના રોલમાં જોવા મળશે. તે આગામી એક કે બે એપિસોડમાં શોમાં જોવા મળવાનો છે. ઉલ્લેખનીય છે કે, રાજ અનડકટ પહેલા ભવ્ય ગાંધી આ શોમાં ટપુનું પાત્ર ભજવતો હતો.