TMKOC: શું શોમાં કમબેક કરશે દયાબેન?, મેકર્સ પાસે માંગી આટલી મોટી રકમ?
મીડિયા રિપોર્ટ અનુસાર શોના મેકર્સ છેલ્લા કેટલાક સમયથી તેને શોમાં પાછા લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
Dayaben is returning to the TMKOC show: ટીવીના જાણીતા શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની શરૂઆત 2008માં થઇ હતી. ત્યારથી લઇને અત્યાર સુધી કોમેડી શો લોકોની પસંદ બન્યો છે. આ શોમાં ‘દયાબેન’ની ભૂમિકા નિભાવનારી એક્ટ્રેસ દિશા વાકાણી છેલ્લા કેટલાક વર્ષથી શોમાંથી ગાયબ છે. મીડિયા રિપોર્ટ અનુસાર શોના મેકર્સ છેલ્લા કેટલાક સમયથી તેને શોમાં પાછા લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
નોંધનીય છે કે દિશા વાકાણી વર્ષ 2017થી શોનો હિસ્સો નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર પોતાના કમબેક માટે દિશા વાકાણીએ શોના મેકર્સ પાસે મોટી રકમની માંગણી કરી છે. તે એક એપિસોડ માટે 1.5 લાખ રૂપિયાની માંગણી કરી રહી છે. એટલું જ દિશાએ શરત રાખી છે કે તે દિવસમાં ત્રણ કલાક શૂટિંગ કરશે અને સેટ પર તેની દીકરી માટે ફૂલ ટાઇમ આયા અને નર્સરીની પણ ડિમાન્ડ કરી રહી છે.
જોકે આ અહેવાલોમા કેટલી સત્યતા છે તેની હજુ સુધી સતાવાર પુષ્ટી થઇ શકી નથી. પરંતુ છેલ્લા અનેક વર્ષોમાં દર્શકો દિશા વાકાણીની કમબેકની રાહ જોઇ રહ્યા છે. કારણ કે દિશા વાકાણીને દયાબેનની ભૂમિકામાં લોકો પસંદ કરી રહ્યા છે.
નોંધનીય છે કે દિશા વાકાણીનો જન્મ અમદાવાદમાં થયો હતો. તેમણે ફિલ્મી કરિયરની શરૂઆત ગુજરાતી થિયેટરથી કરી હતી દિશાએ તેમની કરિયરની શરૂઆત 1997થી કરી હતી. તેમની ડેબ્યૂ ફિલ્મ કમસિન:ધ અનટચ્ડ હતી. તેમણે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ઘારાવાહિક પહેલા ખીચડી, આહટ, રેશમ ડંક સહિતની અનેક સિરિયલમાં કામ કર્યું.
ભારતીય રેલ્વેની આ કંપનીમાં નોકરીની તક, અરજીની પ્રક્રિયા શરૂ, જાણો કેવી રીતે થશે સિલેક્શન
પરફેક્ટ ફિગર, લૂક્સ પણ શાનદાર છે.......Disha Pataniએ બિકીની લૂકમાં ફેન્સને કર્યા દિવાના, જુઓ એક ઝલક
અજમાવો આ ટ્રિક્સ, તમારી Instagram પૉસ્ટ ઘડીકમાં થઇ જશે ટ્રેન્ડ.........