શોધખોળ કરો
Advertisement
TMKOC: બીજા લગ્નની વાત સાંભળી જેઠાલાલ ભિડેને મારવા દોડયાં પણ હકીકત કંઇક બીજી જ હતી
તારક મેહતાના કા ઉલ્ટ ચશ્મામાં જેઠાલાલના કારણે જે ગરબડ સર્જાય છે , જે જોવા લાયક છે. ટપ્પુ જ્યારે પોપટલાલના લગ્નની વાત જેઠાલાલન કરે છે તો જેઠાલાલ ભીડે માસ્ટરે લગ્ન કરી લીધા તેવું સમજે છે. આ સાંભળીને જેઠાલાલનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી જાય છે અને તે આ વાત ફોન કરીને તારક મેહતાને પણ જણાવી દે છે.
ટેલિવૂડ: કોમેડી શો તારક મેહતાના ઉલ્ટા ચશ્માના દરેક શોમાં એક નવો ટવિસ્ટ જોવા મળે છે. આવનાર એપિસોડમાં પોપટલાલ કોઇ સાઉથ ઇન્ડિયન યુવતીને ઘરે લઇને આવે છે. તો ગોકુલધામના લોકો ખુશ થાય છે કે. આખરે પોપટલાલે લગ્ન કરી લીધા. જો કે ગોકુલધામના લોકો પોપટલાલથી નારાજ પણ થાય છે કે, આખરે આટલી મોટી વાત પોપટલાલે કેમ છુપાવી? આ મુદ્દે બધા જ પોપટલાલને વાત કરે છે.
જેઠાલાલની ભિંડેની બીજા લગ્નને લઇને ગેરસમજ
ટપ્પુ જ્યારે જેઠાલાલને પોપટલાલના લગ્નની વાત કરે છે તો જેઠાલાલ ભીંડેના બીજા લગ્ન થયા હોવાનું સમજે છે. આટલું જ નહીં તે ગુસ્સામાં તારકને પણ આ મુદ્દે કોલ કરી દે છે.
જેઠાલાલ ભિંડ સાથે બાખડી પડ્યાં
ભિડેના લગ્નની ગેરસમજ લઇને જેઠાલાલ અને તારક બંને ગોકુલધામ આવે છે. ત્યારબાદ જેઠાલાલના ઘરે તાત્કાલિક ભિડેને પણ બોલાવે છે. તારક અને જેઠાલાલ તાબડતોબ ભિડેને સવાલો કરે છે. ભિડે સવાલોથી કંટાળીને જેમ તેમ કરીને તેમના ચુંગાલમાંથી ભાગી જાય છે. લોકો પૂછે છે કે, આખરે કેમ ભિડે ભાગી ગયા? શું થયું છે?
ભિડેના બીજા લગ્નની વાત સાંભળીને માધવી થઇ બેભાન
ભિડેના બીજા લગ્ની વાત સાંભળીને ભિડેની પત્ની માધવી બેભાન થઇ જાય છે. જ્યારે બીજા લગ્નની વાત સાંભળીને નારાજ જેઠાલાલ અને તારક તેમને મારવા માટે દોડે છે. તો બાપુજી તેમને રોકે છે. આ સમયે જેઠાલાલ કહે છે કે, ભિડે આ મારને જ લાયક છે. તેમણે બીજા લગ્ન કરી લીધા છે. આ સાંભળીને માધવી બેભાન થઇ જાય છે. તો બીજી બાજુ ભિડે ચોંકી જાય છે. ભિડે લગ્ન ન કર્યાં હોવાની સ્પષ્ટતા કરતા પોપટલાલે લગ્ન કર્યાં હોવાનો ખુલાસો કરે છે. આ સમયે સમગ્ર ઘટનાનો ઘટસ્ફોટ થાય છે અને ગેરસમજ દૂર થાય છે.
કેવી રીતે ખૂલશે લગ્નનું રાઝ?
ગેરસમજ દૂર થતાં આખરે તારક પણ ભીડે સામે માફી માગે છે. તો બીજી તરફ ભીડે કહે છે કે, પોપટલાલે ગોકુલધામમાં કોઇને જણાવ્યા વિના જ લગ્ન કરી લીધા છે. આ વાત સાંભળીને બંને દંગ રહી જાય છે. હવે લગ્નને લઇને સર્જાયેલ ગૂંચવાડો ક્યારે ઉકેલાશે. શું ખરેખર પોપટલાલે લગ્ન કરી લીધા છે. આ રાઝ આવનાર એપિસોડમાં જ ખૂલશે,
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
મનોરંજન
ગુજરાત
Advertisement