The Kapil Sharma Show: કપિલના દીપૂ-દીપૂનો રણવીર સિંહે કપિલ શર્મા સાથે આ રીતે લીધો બદલો, કર્યો આ ખુલાસો
કોમેડિયન કપિલ શર્માના શોમાં દર અઠવાડિયા ધમાલ મચાવવા માટે સેલિબ્રીટીઓ આવતા હોય છે. આ સેલિબ્રીટીઓ સાથે કપિલ શર્મા ઘણી મસ્તી અને કોમેડી કરે છે.

કોમેડિયન કપિલ શર્માના શોમાં દર અઠવાડિયા ધમાલ મચાવવા માટે સેલિબ્રીટીઓ આવતા હોય છે. આ સેલિબ્રીટીઓ સાથે કપિલ શર્મા ઘણી મસ્તી અને કોમેડી કરે છે. ધ કપિલ શર્મા શોમાં આ અઠવાડિયે મસ્તી કરવા માટે બીજુ કોઈ નપી પણ રણવીર સિંહ (Ranveer SIngh) આવનાર છે. રણવીર સિંહ પોતાની ફિલ્મ જયેશભાઈ જોરદારના (Jayeshbhai Jordaar) પ્રમોશન માટે કપિલના શોના મહેમાન બનશે. આ સાથે શોમાં હિરોઈન શાલિની પાંડે પણ દેખાશે. કપિલ શર્મા શોનો આ એપિસોડ એનર્જીથી ભરપુર રહેવાનો છે. આ શોના પ્રોમોનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં રણવીર જણાવી રહ્યો છે કે કઈ રીતે કપિલના લગ્નમાં તેમણે બદલો લીધો હતો.
કપિલના લગ્નમાં લીધો બદલોઃ
ધ કપિલ શર્મા શોનો પ્રોમો સામે આવ્યો છે જેમાં કપિલ રણવીરને પુછે છે કે, દીપિકા કેમ છે? આ સવાલ ઉપર કપિલને ટોકતાં અર્ચના પૂરન સિંહ કહે છે કે, એમ પુછ કે ભાભીજી કેમ છે? આના પર રણવીર સિંહ કહે છે કે, 10 વર્ષથી હું પણ જોઈ રહ્યો છું દીપૂ-દીપૂ. રણવીર સિંહે આગળ કહ્યું કે, આના કારણે જે મેં જ્યારે કપિલના લગ્ન થઈ રહ્યા હતા ત્યારે મેં કહ્યું (દીપિકાને) બેબી તું પણ મારી સાથે કપિલના લગ્નમાં ચાલ. આ વાત કહીને રણવીર જોર-જોરથી હસવા લાગ્યો હતો.
View this post on Instagram





















