તુનિષા પહેલાં શિઝાન ખાન એક્ટ્રેસ મૃણાલ સિંહને કરતો હતો ડેટ, મિસ્ટ્રી ગર્લની ચેટ આવી સામે
તુનિષા સિવાય પણ શિઝાનની લાઈફમાં અન્ય યુવતી હોવાનું સામે આવ્યું છે અને આ વાતને લીધે જ શિઝાને તુનિષા સાથે અચાનક બ્રેકઅપ કરી લીધું હતું.
શિઝાન ખાને મુંબઈ યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કર્યું છે. શિઝાને 2013માં સિરિયલ 'જોધા અકબર'માં યંગ અકબરનો રોલ ભજવીને કરિયરની શરૂઆત કરી હતી. ત્યારબાદ તે અલગ અલગ સિરિયલમાં જોવા મળ્યો હતો. 'અલીબાબા દાસ્તાને કાબુલ' પહેલાં શિઝાન 'પવિત્ર ભરોસે કા સફર'માં જોવા મળ્યો હતો. તુનિષા શર્મા પહેલાં શિઝાન ટીવી સિરિયલ 'કુંડલી ભાગ્ય'ની એક્ટ્રેસ મૃણાલ સિંહને ડેટ કરતો હતો.જો કે બાદમાં અમુક કારણોસર બંનેનું બ્રેકઅપ થઈ ગયું.
મૃણાલ ઠાકુર બાદ શિઝાન તુનિષા શર્માને ડેટ કરવા લાગ્યો
એક્ટ્રેસ મૃણાલ ઠાકુર બાદ શિઝાનના જીવનમાં તુનિષા શર્મા આવી. ત્યારબાદ બંને વચ્ચે પ્રેમની સફર શરૂ થઈ હતી. જો કે તુનિષા સિવાય પણ શિઝાનની લાઈફમાં અન્ય યુવતી હોવાનું સામે આવ્યું છે અને આ વાતને લીધે જ શિઝાને તુનિષા સાથે અચાનક બ્રેકઅપ કરી લીધું હતું. જેને પગલે તુનિષા સતત પરેશાન રહેવા લાગી હતી અને તેને પણ શિઝાનની સિક્રેટ ગર્લફ્રેન્ડની જાણ થઈ ગઈ હતી જેથી તુનિષાએ આવેશમાં આવીને આત્મહત્યા કરી લીધી હોવાનું ચર્ચાઇ રહ્યું છે. તુનિષાએ સુસાઇડ કર્યું તે દિવસે શિઝાને સિક્રેટ ગર્લફ્રેન્ડ સાથે દોઢ કલાક વાત કરી હતી. આટલું જ નહીં શિઝાને આ ચેટ પણ ડિલિટ કરી નાખી હતી. સરકારી વકીલે કોર્ટમાં કહ્યું હતું કે જો સિક્રેટ ગર્લફ્રેન્ડ સાથેની તે ચેટમાં કંઈ જ ખોટું નહોતું તો પછી શિઝાને તે ચેટ ડિલિટ કેમ કરી? શિઝાન પૂછપરછમાં યોગ્ય જવાબ આપતો નથી. તે વારે ઘડીએ પોતાના જવાબ બદલી રહ્યો છે.પોલીસ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે આત્મહત્યા પહેલાં શિઝાન તથા તુનિષા વચ્ચે શું વાત થઈ હતી. તુનિષાએ ત્રણ વાગ્યે શિઝાન સાથે લંચ લીધું હતું અને સવા ત્રણે આત્મહત્યા કરી લીધી હતી. 15 મિનિટની અંદર તુનિષાના મનમાં કેમ આત્મહત્યા કરવાનો વિચાર આવ્યો. બંને વચ્ચે લંચ દરમિયાન કંઈ થયું હતું કે નહીં તે અંગે પોલીસ તપાસ કરી રહી છે
24 ડિસેમ્બરે તુનિષા ફાંસી પર લટકતી મળી હતી
તુનિષા 24 ડિસેમ્બરે તેના ટીવી શો 'અલી બાબા દાસ્તાન એ કાબુલ'ના સેટના મેક-અપ રૂમમાં ફાંસીથી લટકતી મળી આવી હતી. તેને હોસ્પિટલ લઈ જવામાં આવી હતી પરંતુ ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી. અભિનેત્રીના મૃત્યુ બાદ તેની માતાએ શિઝાન પર તેની પુત્રીને આત્મહત્યા માટે ઉશ્કેરવાનો આરોપ લગાવ્યો હતો. જે બાદ પોલીસે શિઝાનની ધરપકડ કરી છે શિઝાનની પૂછપરછ દરમિયાન પોલીસને તેની સિક્રેટ ગર્લફ્રેન્ડ વિશે ખબર પડી અને ફોન પર ઘણી યુવતીઓની વોટ્સએપ ચેટની વિગતો પણ મેળવી છે.