તાજેતરમાં જ માધવી લતા તેલુગુ ઇન્ડસ્ટ્રીઝમાં કાસ્ટિંગ કાઉચને લઇને ચાલી રહેલી ચર્ચા પર પ્રતિક્રિયા આપીને ચર્ચામાં આવી હતી. માધવી લતાએ કહ્યું હતું કે, મેં મારી માતાને ચેલેન્જ આપી હતી કે હુ એક્ટ્રેસ બન્યા સિવાય ઘરે પાછી નહી ફરું.
2/9
માધવી લતાએ કહ્યું કે, તે ડિરેક્ટરની માંગણી ન માનતા મારી સાથે ખરાબ વ્યવહાર કરવામાં આવ્યો હતો. મને સેટ પર કોઇ સાથે વાત કરવા દેવામાં આવતી નહોતી. મારી હોટલ પણ બદલી દેવામાં આવી. મારી માતાને સેટ પર આવવા દેવામાં આવતી નહોતી. મને સતત 55 દિવસ સુધી ટોર્ચર કરવામાં આવી. ડિરેક્ટર પણ મારી સાથે ખરાબ વર્તન કરતો હતો.
3/9
4/9
Telugu Actress Madhavi Latha Chudalani Movie Hot Pictures
5/9
6/9
નવી દિલ્હીઃ તેલુગુ એક્ટ્રેસ માધવી લતા શનિવારે કેન્દ્રિય મંત્રી નીતિન ગડકરીની હાજરીમાં ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થઇ ગઇ છે. આ અવસર પર નીતિન ગડકરી સિવાય પ્રદેશ અધ્યક્ષ લક્ષ્મણ સહિતના નેતા હાજર રહ્યા હતા. ભાજપમાં સામેલ થયા બાદ એક્ટ્રેસ માધવી લતાએ કહ્યું કે, તે એક નેશનલ પાર્ટીમાં સામેલ થઇને ખુશ છે. પાર્ટીની સ્થિતિ વધુ મજબૂત કરવા માટે કાર્ય કરશે.
7/9
માધવી લતાનો જન્મ કર્ણાટકના હુબલીમાં થયો હતો. માધવીએ કર્ણાટકના ગુલબર્ગા યુનિવર્સિટીમાંથી ગેજ્યુએશન કર્યું છે. બાદમાં તેણે મૈસુર યુનિવર્સિટીમાંથી પોસ્ટ ગેજ્યુએશન કર્યું. માધવીએ 2008માં આવેલી રોમેન્ટિંક તેલુગુ ફિલ્મ નચવુલેથી તેલેગુમાં ડેબ્યૂ કર્યું હતું.
8/9
માધવીએ કહ્યું કે, બાદમાં હું હૈદરાબાદ આવી ગઇ અને એક્ટ્રેસ બન્યાના બે વર્ષ બાદ ઘરે પાછી ફરી હતી. પોતાની સાથે થયેલા કાસ્ટિંગ કાઉચ પર વાત કરતા માધવી લતાએ કહ્યું કે, હું એક ફિલ્મનું શૂટિંગ કરી રહી હતી. શૂટના થોડા દિવસો બાદ ડિરેક્ટર અને પ્રોડ્યુસર સહિતના લોકોએ મને ક્લોઝ ફ્રેન્ડ્સ બનવા માટે દબાણ કરવા લાગ્યા હતા. બાદમાં તેઓ સેક્સની માંગણી કરવા લાગ્યા પરંતુ મેં તેમની વાત માનવાનો ઇનકાર કર્યો હતો.
9/9
ઉલ્લેખનીય છે કે માધવી લતા જનસેનાના અધ્યક્ષ અને તેલુગુ એક્ટર પવન કલ્યાણ વિરુદ્ધ એક્ટ્રેસ રેડ્ડીની અભદ્ર ટિપ્પણીના વિરોધમાં ઉપવાસ પર બેઠી હતી. તાજેતરમાં એક ટીવી ઇન્ટરવ્યૂમાં એક્ટ્રેસે રાજનીતિમાં જવાના સંકેત આપ્યા હતા.