મુંબઈ: અનુપમ ખેરની અપકમિંગ ફિલ્મ ‘ધ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર’ રિલીઝ પહેલા જ વિવાદોમાં સપડાઇ છે. આ ફિલ્મમાં ગાંધી પરિવારની ખરાબ છબિ દર્શાવવામાં આવી હોવાનો આરોપ છે. જેને લઈને મહારાષ્ટ્રના અનેક નેતાઓએ પણ વિરોધ નોંધાવ્યો છે. ત્યારે તમામ રાજકીય વિવાદો વચ્ચે યૂટ્યૂબ પર ટ્રેન્ડ કરી રહેલું આ ટ્રેલર હવે નજર નથી આવી રહ્યું. જેને લઈને ફેન્સે પણ ફરિયાદ કરી છે. જેના બાદ અનુપમ ખેર ગુસ્સે ભરાયા છે અને ટ્વીટ પર પોતાનો પક્ષ મુક્યો છે.
2/3
અનુપમ ખેરે ટ્વિટમાં લખ્યું કે- “ડિયર યૂટ્યૂબ મને ઘણા ફોન અને મેસેજ આવી રહ્યા છે કે દેશની ઘણી જગ્યાએ યૂટ્યૂબ પર ‘ધ એક્સિડેન્ડલ પ્રાઇમ મિનિસ્ટર’નું ટ્રેલર સર્ચ કરવા પર દેખાઇ નથી રહ્યું કે પછી ટ્રેલર 50માં ક્રમે છે. અમે નંબર વન પર ટ્રેન્ડ કરી રહ્યાં હતા. કૃપા અમારી મદદ કરો. હાલમાં યૂ-ટ્યૂબ પર ટ્રેલર 18 નંબર પર ટ્રેંડ કરી રહ્યું છે. અનુપમ ખેરે ફેન્સ દ્વારા મોકલેલા સ્ક્રીનશોટને પણ શેર કર્યા છે.
3/3
ફિલ્મમાં અનુપમ ખેરે મનમોહન સિંહની ભૂમિકા ભજવી છે. ફિલ્મ પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના મીડિયા સલાહકાર સંજય બારુ પર આધારીત છે. અત્યાર સુધી મૂવીના ટ્રેલરને 3 કરોડ 93 લાખ કરતાં પણ વધારે વ્યૂઝ મળી ગયા છે. આ ફિલ્મ 11 જાન્યુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થશે.