શોધખોળ કરો
Advertisement
બ્રા સળગાવીને મુછો ઉગાડવી એ નારીવાદ નથી, આ હોટ એક્ટ્રેસે પુરુષોને આપ્યો સણસણતો જવાબ!
સોનમ કપૂર કહે છે કે '12 વર્ષ પહેલાં કોઈએ મને પૂછ્યું કે શું તમે નારીવાદી છો, મેં કહ્યું, હા. હું નારીવાદી છું.
મુંબઈઃ અભિનેત્રી સોનમ કપૂર સામાજિક અને નારીવાદના મુદ્દા પર બોલવા માટે ખુબ જાણીતી છે. એક ખાસ વાતચીતમાં તેણે કહ્યું કે જ્યારે તેણે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાની કારકીર્દિની શરૂઆત કરી ત્યારે ઘણી અભિનેત્રી નારીવાદનો સાચો મતલબ નહોતી સમજી શકતી. નારીવાદના ખરા અર્થ વિશે જણાવતાં સોનમ કહે છે કે નારીવાદનો અર્થ બ્રાને સળવાગીને મૂછો ઉગાડવાનો નથી.
સોનમ કપૂર કહે છે કે '12 વર્ષ પહેલાં કોઈએ મને પૂછ્યું કે શું તમે નારીવાદી છો, મેં કહ્યું, હા. હું નારીવાદી છું. આ સાંભળીને મારી PR ટીમે કહ્યું કે તું આવું ન કહી શકે. જ્યારે તું આવું બોલીશ તો લોકો તને ફેમિનિસ્ટ ગણવા લાગેશે. આજે દરેક લોકો કહે છે કે. 12-15 વર્ષ પહેલાં કોઈ પણ એક્ટ્રેસ ખુલ્લેઆમ પોતે નારીવાદી છે એવું ન કહી શકતી.'
સોનમ આગળ જણાવે છે કે, ‘નારીવાદીનો સાચો અર્થ બધાને ખબર હોવી જોઈએ. એનો સાચો અને મુળ મલતલ એ છે કે દરેક કિસ્સામાં અને દરેક ઘટનામાં બરાબરી. નારીવાદનો અર્થ એ નથી કે તમારી બ્રા સળગાવીને મૂછો ઉગાડવી. ઘણી અભિનેત્રીઓ નારીવાદનો અર્થ સમજવા માટે સમર્થ ન હતી. હવે દરેક વ્યક્તિ તે વસ્તુને સમય સાથે સમજી રહ્યો છે.
સોનમ કહે છે કે, સમાજમાં ઘણા કેસોમાં મહિલાઓ અને પુરુષોમાં વધારે પડતા ભેદભાવ હોય છે. આશા છે કે બદલાવ આવશે. ઘણા લોકો આ અંતરને દૂર કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. સોનમ કપૂરનાં વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, 20 સપ્ટેમ્બરનાં રોજ તેની ફિલ્મ The Zoya Factor રિલીઝ થવાના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ એક કોમેડી ફિલ્મ છે. આ ફિલ્મમાં સંજય કપૂરની ભૂમિકા સોનમના પિતા તરીકે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion