શોધખોળ કરો
સોનમ કપૂરના લગ્નમાં આ દિગ્ગજ સેલિબ્રિટી નહીં રહે હાજર, આ છે કારણ
1/6

ફરાહ ખાન પણ લગ્નમાં સામેલ નહીં થઈ શકે. તેના પગમાં ફ્રેક્ચર થયું છે અને તેને ત્રણ સપ્તાહ માટે આરામ કરવાની સલાહ આપવામાં આવી છે. તે સોનમની સંગીત સેરેમનીમાં કોરિયોગ્રાફ કરવાની હતી, પરંતુ હવે તે આયોજનમાં સામેલ નહીં થાય. બીજી બાજુ કંગના વિશે કહેવાય છે કે તે કાન ફેસ્ટિવલ માટે વિદેશ જઈ રહી છે. માટે તે પણ સોનમના લગ્નમાં હાજર નહીં રહે.
2/6

બીજી બાજુ લગ્નમાં દીપિકા પાદુકોણ અને રણવીર સિંહને પણ આમંત્રણ આપ્યું છે. પરંતુ દીપિકા હાલમાં ન્યૂયોર્કમાં છે અને 7 મે (સોનમની મહેંદી)ના રોજ તે એમઈટી ગાલામાં હાજર રહેશે. બાદમાં તે કાન ફિલ્મ ફેસ્ટિવલમાં રેડ કાર્પેટ પર ચાલશે એટલે દીપિકાનું આવવું પણ અશક્ય છે.
3/6

બીજી બાજુ વિરાટ કોહીલ પણ આઈપીએલમાં વ્યસ્ત છે. તેની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગલુરનો 7 મેના રોજ મેચ છે. વિરાટની ટીમનો મેચ સનરાઈઝર્સ હૈદ્રાબાદ સાથે છે. એવામાં વિરાટ અને અનુષ્કાનું સામેલ થવું લગભગ અશક્ય જ છે. નોંધનીય છે કે, સોનમ કપૂર પણ વિરાટ કોહલી-અનુષ્કાના મુંબઈમાં યોજાયેલ વેડિંગ રિસેપ્શનમાં સામેલ થઈ ન હતી.
4/6

આ પહેલા વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા તથા દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ પણ સામેલ નહીં થાય તેવા અહેવાલ હતા. કહેવાય છે કે, આ બન્ને સ્ટાર કપલ્સ સોનમ કપૂરના લગ્નમાં હાજર નહીં રહે. સૂત્રોનું કહેવું છે કે બર્થ ડે બાદ અનુષ્કા શર્મા ખૂબ જ વ્યસ્ત છે. તેણે આનંદ, એલ. રાયની ફિલ્મના ફાઈનલ શૂટિંગ માટે અમિરાક જવાનું છે, માટે તે સોનમના લગ્નમાં સામેલ નહીં થાય.
5/6

જે જાણીતા સ્ટાર આ લગ્નમાં સામેલ નહીં થાય તેમાં કરીના કપૂર ખાન, અનુષ્કા શર્મા, વિરાટ કોહલી, રણવીર સિંહ, દીપિકા પાદુકોણ, ફરાહ ખાન, કંગના રનૌત વગેરે સામેલ છે. હાલમાં જ અહેવાલ મળ્યા હતા કે કરીના સોનમના લગ્નમાં હાજર નહીં રહે. તે માત્ર રિસેપ્શનમાં જશે. રિસેપ્શન હોટલ ધ લીલા, મુંબઈમાં યોજાશે.
6/6

મુંબઈઃ સોનમ કપૂરના 8 મેના રોજ લગ્ન થવાના છે ત્યારે આ લગ્નમાં અડધા ડઝનથી વધારે સેલિબ્રિટી હાજર નહીં રહે. આ બધા સ્ટાર અલગ અલગ કારણોસર લગ્નમાં સામેલ નહીં થાય.
Published at : 05 May 2018 10:49 AM (IST)
View More
Advertisement





















