Geniben Thakor : ગુજરાતમાં ભુવાઓની સંખ્યા વધ્યાનો સાંસદ ગેનીબેન ઠાકોરનું નિવેદન
ફરી એકવાર બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોરે મોટુ નિવેદન આપીને ચોંકાવ્યા છે. આ વખતે રાજકારણ નહીં પરંતુ સમાજ માટે નિવેદન આપ્યુ છે. તાજેતરમાં જ બહુચરાજી-શંખલપુર વિસ્તારમાં ઠાકોર સમાજનો ભવ્ય સ્નેહમિલન સમારોહ યોજાયો હતો, જેમાં ગેનીબેન ઠાકોરે ભુવા અને અંધશ્રદ્ધાને લઇને સમાજને ટકોર કરી છે, તેમને કહ્યું કે, અત્યારે ગુજરાતમાં ઘરે ઘરે ભુવાઓ પેદા થયા છે, ભુવાઓ અંધશ્રદ્ધાને પ્રેરિત કરવાનું નેટવર્ક છે, પરંતુ જો તેઓ સારુ કામ કરે તો સમાજ માટે કામનું છે.
તાજેતરમાં જ બહુચરાજી-શંખલપુર વિસ્તારમાં ઠાકોર સમાજનો ભવ્ય સ્નેહમિલન સમારોહ યોજાયો હતો, આ કાર્યક્રમમાં ઠાકોર સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા. સમાજના મંચ પરથી ફરી એકવાર ગેનીબેને મોટુ નિવેદન આપ્યુ છે. તેમને કહ્યું કે, ગુજરાતમાં ભુવાઓની સંખ્યા વધી ગઇ છે. ગુજરાતમાં ઘરે ઘરે ભુવાઓ પેદા થઇ ગયા છે. ભુવાઓ એ અંધશ્રદ્ધા પ્રેરિત કરવાનું નેટવર્ક છે. પરંતુ જો ભુવાઓ ધારે તો સમાજને સુધારે અને ધારે તો બરબાદ પણ કરી શકે છે. આ પ્રસંગે કોંગ્રેસ નેતા બળદેવજી ઠાકોરે પણ ભુવાઓને લઇને નિવેદનબાજી કરી હતી.
















