Rajkot Civil hospital: રાજકોટની સિવિલ હોસ્પિ. ફરી વિવાદમાં, તબીબની બેદરકારીથી બાળકનું મોત થયાનો આરોપ
રાજકોટની સિવિલ હોસ્પિટલ ફરી એકવાર આવી વિવાદમાં.. તબીબ અને સ્ટાફની બેદરકારીથી દોઢ વર્ષના બાળકનું મોત થયાનો પરિવારજનોએ લગાવ્યો આરોપ. 18 નવેમ્બરે શિવમ નામના બાળકને દાજી તતા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. મૃતક બાળકના પરિવારજનોનો આરોપ છે કે બાળકની સ્થિતિ સામાન્ય હતી. જો કે બાદમા તબિયત વધુ લથડતા હાજર તબીબ અને સ્ટાફની બેદરકારીને લીધે બાળકનું મોત નિપજ્યુ.. પરિવારજનોએ તો એવો પણ આરોપ લગાવ્યો કે હાજર સ્ટાફે આ સિવિલ હોસ્પિટલ છે. અહીંયા મરી પણ જાય તેમ કહીને ગેરવર્તણુક પણ કરવામાં આવી. પરિવારજનોએ એવો પણ આરોપ લગાવ્યોકે જ્યારે તેણે તબીબને ફોન કર્યો તો તબીબે ઉદ્ધતાઈથી કહ્યુ કે તમે કહો ત્યારે હું ન આવુ.. સમગ્ર ઘટના અંગે સિવિલ હોસ્પિટલના આરએમઓએ તપાસ કમિટીની રચના કરી જવાબદારો વિરૂદ્ધ કાર્યવાહીની ખાતરી આપી.















