તરણ આદર્શના ટ્વીટ અનુસાર ફિલ્મે શનિવારે 22.75 કરોડ રૂપિયા, રવિવારે 17.25 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ રીતે ફિલ્મની કુલ કમામી 119 કરોડ રૂપિયા થઈ ગઈ છે. અન્ય ભાષાઓની વાત કરીએ તો તમિલ અને તેલુગુમાં 4 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આમ ભારતીય બજારમાં ફિલ્મનું કુલ કલેક્શન 123 કરોડ રૂપિયા રહ્યું છે.
2/4
જણાવીએ કેત રિલીઝ થયાને 5 દિવસ થઈ ગયા છે અને વિતેલા ચાર દિવસની કમાણી પર નજર કરીએ તો ફિલ્મે અત્યાર સુધી 123 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે.
3/4
અમિતાભ બચ્ચને પોતાની ફિલ્મ કારકિર્દીના 50 વર્ષોમાં એકથી એક શાનદાર ફિલ્મ આપી છે. પરંતુ ફિલ્મ ઠગ્સ ઓફ હિન્દોસ્તાન મહાનાયક અમિતાભ બચ્ચનની કારકિર્દીની પ્રથમ એવી ફિલ્મ છે જે 100 કરોડ રૂપિયાના આંકને પાર કરી ગઈ હોય. આ ફિલ્મે અમિતાભ બચ્ચનના ખાતામાં પ્રથમ 100 કરોડ રૂપિયાની કમાણી કરનારી ફિલ્મનો ખિતાબ નાંખી દીધો છે.
4/4
મુંબઈઃ આમિર ખાન અને અમિતાભ બચ્ચન સ્ટારર ફિલ્મ ‘ઠગ્સ ઓફ હિન્દોસ્તાન’ દિવાળીના અવસર પર રિલીઝ થઈ. ફિલ્મને રિલીઝના દિવસે બંપર ઓપનિગં મળી. ફિલ્મે 3 દિવસમાં 100 કરોડની કમાણી કરી. અત્યાર સુધી ફિલ્મે અનેક રેકોર્ડ પોતાના નામે કર્યા છે. આ યાદીમાં વધુ એક રેકોર્ડ સામે આવ્યો છે.