'તારક મહેતા કા......'ની 'દયાબેન'નો બૉલ્ડ અવતાર થયો વાયરલ, ફેન્સ પણ નથી કરી શકતા વિશ્વાસ, જુઓ VIDEO
શૉમાં એકદમ ભોળી દયા ભાભીનો રૉલ કરનારી દિશા વાકાણીની રિયલ લાઇફ જાણો છે, તે રિયલ લાઇફમાં એકદમ બૉલ્ડ છે. ખરેખરમાં દિશા વાકાણીનો એક બૉલ્ડ ડાન્સ વીડિયો આજકાલ સોશ્યલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહ્યો છે.
મુંબઇઃ દિશા વાકાણી છેલ્લા કેટલાય સમયથી શૉમાંથી ગાયબ છે, પરંતુ દર્શકો હજુ પણ તેની વાપસીનો ઇન્તજાર કરી રહ્યાં છે. તેની કૉમિક પ્રેઝન્સ અને અનોખુ એક્સપ્રેશન્સને ફેન્સ વધુ પસંદ કરે છે, અને તેનો જાણીતો ડાયલૉગ 'હે માં માતાજી' ખુબ જાણીતો છે. પરંતુ શું તમે શૉમાં એકદમ ભોળી દયા ભાભીનો રૉલ કરનારી દિશા વાકાણીની રિયલ લાઇફ જાણો છે, તે રિયલ લાઇફમાં એકદમ બૉલ્ડ છે. ખરેખરમાં દિશા વાકાણીનો એક બૉલ્ડ ડાન્સ વીડિયો આજકાલ સોશ્યલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહ્યો છે.
દિશાનો થ્રૉબેક વીડિયો સોશ્યલ મીડિયા પર થયો વાયરલ-
સોશ્યલ મીડિયા પર દિશા વાકાણીનો એક વીડિયો ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. જે ફેન્સને ખુબ પસંદ આવી રહ્યો છે. આ થ્રૉબેક વીડિયોમાં દિશા માછીમારો વાળો ડાન્સ કરતી દેખાઇ રહી છે. વીડિયોમાં તે 'દરિયા કિનારે એક બંગલા........' ગીત પર હૉટ ડાન્સ કરતી દેખાઇ રહી છે. વળી, દિશાનો આવો અંદાજ જોઇને તેના ફેન્સ પણ ચોંકી ગયા છે, અને આના પર અલગ અલગ પ્રકારની પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યાં છે.
આ કારણે શૉમાંથી બહાર છે દિશા વાકાણી-
ઉલ્લેખનીય છે કે, લગભગ ત્રણ વર્ષ પહેલા દિશાએ પ્રેગનન્સીના કારણે તારક મહેતામાંથી બ્રેક લીધો હતો. પરંતુ હજુ સુધી તેની શૉમાં વાપસી થઇ શકી નથી. કહેવાઇ રહ્યું છે કે દિશા વાકાણીના પતિ નથી ઇચ્છતા કે હવે શૉમાં ફરીથી તે કામ કરે, આ કારણથી તેને શૉમાંથી દુરી બનાવી રાખી છે. વળી, શૉના પ્રૉડ્યૂસરનુ માનીએ તો તેમને કહેવુ છે કે દિશા વાકાણી સાથે સતત સંપર્કમાં છે, અને આશા છે કે તે બહુ જલ્દી શૉનુ શૂટિંગ ફરીથી શરૂ કરી દેશે.
દિશા વાકાણી રિયલ લાઇફમાં એક એકદમ સ્ટાઇલિશ અને ગ્લેમરસ-
શૉમાં ભોલી-ભાલી દયાબેનનો રૉલ નિભાવીને આખા દેશમાં લોકોના દિલ જીતનારી એક્ટ્રેસ દિશા વાકાણી આજકાલ શૉમાંથી ગાયબ છે. શૉમાં હાઉસવાઇફની ભૂમિકા નિભાવનારી દયા રિયલ લાઇફમાં ખુબ ગ્લેમરસ છે, તેને મોંઘી ગાડીઓનો શોખ છે. દિશાની પાસે હાલમાં Audi Q7 ગાડી છે, અને તેને Audi Q7 માં ફરવાનો પણ બહુ શોખ છે.