શોધખોળ કરો
Advertisement
'નમસ્તે ટ્રમ્પ' કાર્યક્રમ દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પે 2 બોલિવૂડ ફિલ્મોના નામનો ઉલ્લેખ કર્યો, જાણો
ગાંધીઆશ્રમની મુલાકાત બાદ મોદી અને ટ્રમ્પ રોડ શો કરીને મોટેરા સ્ટેડિયમ પહોંચ્યા હતા. જ્યાં ટ્રમ્પે 27 મિનિટ સુધી ‘નમસ્તે ટ્રમ્પ’કાર્યક્રમને સંબોધન કર્યુ હતું.
અમદાવાદ: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આજથી બે દિવસના ભારત પ્રવાસે આવી પહોંચ્યા છે. તેમણે પ્રવાસની શરૂઆત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગૃહરાજ્ય ગુજરાતના અમદાવાદથી કરી હતી. અમદાવાદ એરપોર્ટ પર વડાપ્રધાન મોદીએ તેમનું ભવ્ય સ્વાગત કર્યુ હતું. જે બાદ તેઓ ગાંધીઆશ્રમ ગયા હતા. ગાંધીઆશ્રમની મુલાકાત બાદ મોદી અને ટ્રમ્પ રોડ શો કરીને મોટેરા સ્ટેડિયમ પહોંચ્યા હતા. જ્યાં ટ્રમ્પે 27 મિનિટ સુધી ‘નમસ્તે ટ્રમ્પ’કાર્યક્રમને સંબોધન કર્યુ હતું.
મોટેરા સ્ટેડિયમ ખાતે નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમને સંબોધન કરતી વખતે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બોલિવૂડ ફિલ્મોની ખૂબ પ્રશંસા કરી હતી. ડોનાલ્ડ ટ્રમ્પે શાહરૂખ ખાન અને કાજોલની ફિલ્મ 'દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે' અને ફિલ્મ 'શોલે'નો ઉલ્લેખ કર્યો હતો.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના ભાષણમાં કહ્યું કે, ભારતીય સિનેમાનું કદ ખૂબ જ મોટું છે. અહીં દર વર્ષે લગભગ બે હજાર ફિલ્મો બનાવવામાં આવે છે. અહીંની ફિલ્મોમાં ભાંગરા અને સંગીત ઉત્તમ હોય છે. ડોનાલ્ડ ટ્રમ્પે શાહરૂખ ખાન અને કાજોલની ફિલ્મ દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે અને શોલેના પણ વખાણ કર્યા હતા. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે ભારતે વિશ્વને સચિન તેંડુલકર અને વિરાટ કોહલી જેવા દિગ્ગજ ખેલાડીઓ આપ્યા છે.Trump lauds Bollywood with special shout out to 'DDLJ', 'Sholay' at 'Namaste Trump' event
Read @ANI story | https://t.co/wmCf6nXf5w pic.twitter.com/uqKtnE6yr8 — ANI Digital (@ani_digital) February 24, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
મનોરંજન
ગુજરાત
Advertisement