શોધખોળ કરો
Bigg Boss 13માં આવેલી આ એક્ટ્રેસે કહ્યું કે ‘શો પર બિકીની નહીં પહેરું’
માહિરાએ ‘યારો કા ટશન’ નામની સીરિયલ થી ટીવી ડેબ્યૂ કર્યું હતું.
નવી દિલ્હીઃ બિગ બોસ 13માં ભાગ લઈ રહેલ માહિરા શર્માના ફેન્સ આ સમાચારથી દુખી થઈ શકે છે. કાશ્મીરમાં જન્મેલી આ એક્ટ્રેસે બિગ બોસના ઘરમાં આવતા પહેલા એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, તે બિગ બોસમાં પ્રેમની શોધ કે અંગ પ્રદર્શન કરવા માટે નથી આવી. માહિરા શર્માએ કહ્યું હતું, હું શોમાં બિકિની નહીં પહેરું. મહિરાનું કહેવું છે કે ક્લીવેજ દેખાડવી પણ તેના માટે ખૂબ મોટી બાબત છે.
માહિરાએ ‘યારો કા ટશન’ નામની સીરિયલ થી ટીવી ડેબ્યૂ કર્યું હતું. આ શોથી માહિરાને ખૂબ લોકપ્રિયતા મળી. માહિરા શર્મા ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’,’નાગિન 3′,’કુંડલી ભાગ્ય’ જેવા સુપરહિટ શોમાં કામ કરી ચૂકી છે.
માહિરાને જ્યારે પુછવામાં આવ્યું કે શું શો પર બિકિની પહેરશે, તેનો જવાબ આપતા તેણે કહ્યું કે, ‘હું શોમાં બિકિની નહીં પહેરું. મેં મારી લાઈફમાં ઓન સ્ક્રીન બિકિની પહેરી નથી. અને તેની પરવાનગી મારો પરિવાર પણ આપતો નથી. એટલું જ નહીં મારા માટે ક્લીવેજ પણ દેખાડવી મોટી બાબત છે.’
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
સુરત
ક્રિકેટ
દુનિયા
Advertisement