શોધખોળ કરો

Watch: એક્ટિંગ છોડી સંન્યાસી બની ગઇ એક્ટ્રેસ, રસ્તાં પર ફરી-ફરીને માંગી રહી છે ભિક્ષા, વીડિયો વાયરલ

નૂપુર અલંકારે થોડાક સમય પહેલા જ સંન્યાસ ધારણ કરી લીધો છે, અને હવે તે સંન્યાસી બની ચૂકી છે અને સામાન્ય જીવન જીવી રહી છે,

Nupur Alankar Video: તમે ઘણીબધી હીરોઇનોને જોઇ હશે, જે લગ્ન કે પછી બાળકો બાદ એક્ટિંગની દુનિયાનને અલવિદા કહી દે છે. પરંતુ તાજો એક દાખલો સામે આવ્યો છે, જે ખુબ ચોંકાવનારો છે. એક એક્ટ્રેસે ફેમિલી માટે નહીં પરંતુ સંન્યાસ લેવા માટે ઇન્ડસ્ટ્રીની છોડી દીધી છે. આ છે ટીવી એક્ટ્રેસ નૂપુર અલંકાર (Nupur Alankar), નૂપુર અલંકારે થોડાક સમય પહેલા જ સંન્યાસ ધારણ કરી લીધો છે, અને હવે તે સંન્યાસી બની ચૂકી છે અને સામાન્ય જીવન જીવી રહી છે, જોકે, તે સોશ્યલ મીડિયા પર પણ એક્ટિવ છે, તેનો તાજેતરમાં જ એક વીડિયો વાયરલ થયો છે. જુઓ.....  

ભિક્ષા માંગતી દેખાઇ એક્ટ્રેસ નૂપુર અલંકાર - 
નૂપુર અલંકાર જ્યારથી સંન્યાસી બની ગઇ છે, ત્યારથી તે ઝૂંપડીમાં રહે છે અને કૃષ્ણ ભક્તિમાં ડુબેલી રહેલી જોવા મળે છે. એક્ટ્રેસ રસ્તાં પર ફરી ફરીને ભિક્ષા પણ માંગતી જોવા મળી રહી છે. એક્ટ્રે્સ તેના ઇસ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે ભિક્ષા માંગતી દેખાઇ રહી છે. તે વીડિયોમાં બતાવી રહી છે કે ભિક્ષા માંગવાનો તેનો પહેલો દિવસ છે, નવમીનો દિવસ છે અને તેને 11 લોકો પાસે ભિક્ષા માંગી છે. તે સંન્યાસીના વેશમાં પણ દેખાઇ રહી છે. 

View this post on Instagram
 
A post shared by Nupur Alankaar (@nupuralankar)

કેમ સંન્યાસ લીધો ?
નોંધનીય છે કે નૂપુરે આ વર્ષે ફેબ્રુઆરીમાં સંન્યાસ લીધો હતો. તે ધાર્મિક સ્થળ ફરવામાં તથા જરૂરિયાતમંદ લોકોની મદદ કરવામાં વ્યસ્ત હતી. નૂપુરે કહ્યું હતું કે તેને હંમેશાંથી અધ્યાત્મ પ્રત્યે લગાવ હતો, આથી જ હવે તે પૂરી રીતે અધ્યાત્મને સમર્પિત છે. સિને તથા ટીવી આર્ટિસ્ટ એસોસિયેશનનો આભાર માન્યો હતો. તેણે અહીં કમિટી મેમ્બર તરીકે કામ કર્યું હતું.

View this post on Instagram
 
A post shared by Nupur Alankaar (@nupuralankar)

નૂપુરે પતિનો સાથ છોડ્યો - 
નૂપુરે પતિનો સાથ પણ છોડી દીધો છે. તેણે 2002માં અલંકાર શ્રીવાસ્તવ સાથે લગ્ન કર્યાં હતાં. નૂપુરે પતિ અંગે વાત કરતાં કહ્યું હતું કે તેમને ખ્યાલ છે કે તે ક્યાં જાય છે. જોકે મેં તેમને એકવાર સંન્યાસ લેવાની વાત કરી હતી. તેમણે ત્યારે જ તેને ફ્રી કરી દીધી હતી. તેમના પરિવારે તેના આ નિર્ણયનો સ્વીકાર કર્યો છે. તે અલંકારને ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવે છે. જ્યાં સુધી તે લગ્નજીવનમાં રહી ત્યાં સુધી તો સારું રહ્યું હતું. હવે તેઓ સાથે નથી અને તેમણે અલગ થવા માટે કોઈ કાયદાકીય પ્રોસેસ કરી નથી.

નૂપુરે ટીવી ઇન્ડસ્ટ્રી છોડી - 
નૂપૂરે એમ પણ કહ્યું હતું કે તેની બહેન જિજ્ઞાસાને તેના આ નિર્ણયથી સહેજ પણ નવાઈ લાગી નહોતી. તે 2007થી યોગ કરતી આવી છે. એ સમયે તેની કરિયર પીક પર હતી. હવે તેના જીવનમાં કોઈ ડ્રામાની જરૂર નથી. હવે તે ખોટાં તથા ઢોંગી-દંભી કામો કરીને થાકી ગઈ છે. ડિસેમ્બર, 2020માં તેની માતાના અવસાન બાદ ખ્યાલ આવ્યો કે હવે તેની પાસે ગુમાવવાનો કોઈ ડર નથી. તે તમામ અપેક્ષાઓ તથા જવાબદારીમાંથી મુક્ત થઈ ગઈ છે.

નૂપુરની એક્ટિંગ કેરિયર - 
નૂપુરની ઉંમર 49 વર્ષની છે. તેણે 157થી વધુ ટીવી શોમાં કામ કર્યું છે, જેમાં ‘શક્તિમાન’, ‘સ્વરાગિની’, ‘ઈસ પ્યાર કો ક્યા નામ દૂ’, ‘દિયા ઔર બાતી હમ’, ‘અગલે જનમ મોહે બિટિયાં હી કીજો’ તથા ‘ઘર કી લક્ષ્મી બેટિયાં’ સામેલ છે. ‘રાજાજી’, ‘સાવરિયાં’ તથા ‘સોનાલી કેબલ’ જેવી ફિલ્મમાં કામ કર્યું છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ

વિડિઓઝ

Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર
Bharuch News: ભરૂચમાં ભાજપનો નેતા જ નીકળ્યો બુટલેગર!
Kheda Bridge Collapse : ગુજરાતમાં વધુ એક બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો
Gujarat Rain Breaking News : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો
આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો
Embed widget