શોધખોળ કરો
Advertisement
દિકરીના જન્મ બાદ વિરાટ અને અનુષ્કાએ મીડિયાને શું કરી અપીલ ? જાણો વિગતે
વિરાટ અનુષ્કાએ તેમની દીકરીનું નામન અનવી (Anvi) રાખ્યું છે. જે અનુષ્કા અને વિરાટના નામથી મળીને બન્યું છે.
મુંબઈ: ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી અને તેમના પત્ની બોલીવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા સોમવારે માતા-પિતા બન્યા હતા. અનુષ્કાએ દિકરીને જન્મ આપ્યો હતો. છેલ્લા ઘણા સમયથી વિરાટ-અનુષ્કા પોતાના પ્રથમ બાળકની રાહ જોઈ રહ્યા હતા. માતા-પિતા બનેલા અનુષ્કા અને વિરાટની દિકરીની એક ઝલક જોવા માટે બન્ને સ્ટાર્સના તમામ ફેન્સ આતુર છે. ફેન્સ રાહ જોઈ રહ્યાં છે કે, વિરાટ- અનુષ્કા ક્યારે તેમની દિકરીની તસવીર સોશિયલ મીડિયા પર ફેન્સ માટે શેર કરે.
જો કે, એબીપી ન્યૂઝને મળેલી જાણકારી અનુસાર, દિકરીના જન્મ બાદ વિરાટ-અનુષ્કાએ મીડિયા, ફોટોગ્રાફરને એક ખાસ અપીલ કરી છે કે, અમે અમારી દિકરીની પ્રાઈવસીને સુરક્ષિત રાખવા માંગીએ છીએ જેના માટે તમારી મદદ અને સહયોગની જરૂર છે. વિરાટ અને અનુષ્કાએ પોતાના નિવેદનમાં લખ્યું કે, અમે હંમેશા આ સુનિશ્ચિત કરતા રહ્યાં છે કે, સૌને અમારી સાથે જોડાયેલ કંન્ટેટ મળતું રહે છે. પરંતુ અમે આપને વિનંતી કરીએ છીએ કે અમારી દિકરી સાથે સંબંધિત કોઈ પણ કન્ટેન્ટ ના લો(તસવીરો ના લો) અને ના તો તેન પ્રસારિત કરો. અમને આશા છે કે, અમારી ભાવનાઓની કદર કરશો.તેના માટે અમે તમારા આભારી છીએ.
વિરાટ અનુષ્કાએ તેમની દીકરીનું નામન અનવી (Anvi) રાખ્યું છે. જે અનુષ્કા અને વિરાટના નામથી મળીને બન્યું છે. અનવી હિન્દુ ધર્મનું નામ છે અને ખૂબ શુભ માનવામાં આવે છે. માતા લક્ષ્મી પણ આ નામથી ઓળખવામાં આવે છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર તેમની દીકરીની તસવીર વાયરલ થઈ છે.View this post on Instagram
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion