રિયલ અને ફેક શૂઝનો તફાવત ભૂલી Kareena Kapoor, જૂતાના આકારની કેક કાપતી વખતે ડરી 'બેબો', વીડિયો વાયરલ
Kareena Kapoor Video: બોલીવુડ અભિનેત્રી કરીના કપૂર ખાન તાજેતરમાં મુંબઈમાં ફૂટવેર પ્રમોશનલ ઇવેન્ટમાં હાજરી આપી હતી, જ્યાં તે વાસ્તવિક અને નકલી જૂતા વચ્ચેનો તફાવત ભૂલી ગઈ હોય હતી. વીડિયો જુઓ.
![રિયલ અને ફેક શૂઝનો તફાવત ભૂલી Kareena Kapoor, જૂતાના આકારની કેક કાપતી વખતે ડરી 'બેબો', વીડિયો વાયરલ Watch: Kareena Kapoor gets confused by hyper-realistic cake at event: 'I'm scared to eat this' રિયલ અને ફેક શૂઝનો તફાવત ભૂલી Kareena Kapoor, જૂતાના આકારની કેક કાપતી વખતે ડરી 'બેબો', વીડિયો વાયરલ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/29/d9dbfbf60556c279ae4b07edd5cf80cb168006335701875_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Kareena Kapoor Video: બી-ટાઉનની ગ્લેમરસ ક્વીન કરીના કપૂર ખાન હાલમાં જ શૂ શોપનું પ્રમોશન કરવા પહોંચી હતી. મુંબઈમાં ફૂટવેર ફિઝી ગોબ્લેટના પ્રમોશનલ ઈવેન્ટમાં કરીના કપૂરે લાઈમલાઈટ ચોરી લીધી હતી. તેણે પોતાની સ્ટાઈલમાં શૂઝનો પ્રચાર કર્યો હતો. આ ઈવેન્ટનો એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક્ટ્રેસ અસલી અને નકલી જૂતા વચ્ચે કન્ફ્યુઝ થતી જોવા મળી રહી છે.
View this post on Instagram
જૂતાના આકારની કેક ખાવાથી ડરી ગઈ કરીના કપૂર
ઈવેન્ટમાં પહોંચેલી કરીના કપૂરે પણ કેક કાપી હતી. આ દરમિયાન શૂ-શેપ કટિંગ દરમિયાન અભિનેત્રીની પ્રતિક્રિયાએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું. ઈવેન્ટમાં કેક કાપતી વખતે કરીના કપૂર હાયપર રિયાલિસ્ટિક શૂ-શેપ કેક અને રિયલ શૂઝમાં ખૂબ જ કન્ફ્યુઝ્ડ દેખાય છે. જૂતાના આકારની કેક કાપતી વખતે તે ડર પણ અનુભવી રહી હોય તેવું સ્પષ્ટ જોવા મળી રહ્યું છે. થોડી વાર કેક સામે જોઇ રહ્યા બાદ તેણે અસંજસમાં કેક કાપી હતી. જૂતાના આકારની કેક કાપ્યા બાદ તે પણ આશ્ચર્યચકિત દેખાતી હતી. અને સાથે જ તેણે કહ્યું કે તે આ કેક ખાવાથી ડરે છે.
View this post on Instagram
કરીના કપૂરનો ઈવેન્ટ લૂક
ફૂટવેર શોરૂમ ઇવેન્ટમાં કરીના કપૂરે ઓરેન્જ કલરનો વન શોલ્ડર ડ્રેસ પહેર્યો હતો, જેમાં તે હંમેશાની જેમ અદભૂત દેખાતી હતી. તેણીએ તેના વાળને લહેરાતા દેખાવ આપતા ખુલ્લા છોડી દીધા. તેણીએ ઇયરિંગ્સ સાથે તેના દેખાવને ભવ્ય રાખ્યો હતો. તેમનો એકંદર અવતાર એકદમ આકર્ષક હતો.
કરીના કપૂરની આવનારી ફિલ્મો
કરીના કપૂરના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો અભિનેત્રી છેલ્લે આમિર ખાનની ફિલ્મ 'લાલ સિંહ ચઢ્ઢા'માં જોવા મળી હતી. ટૂંક સમયમાં તે તબ્બુ અને કૃતિ સેનન સાથે રિયા કપૂરની ફિલ્મ 'ધ ક્રૂ'માં જોવા મળશે. આ સિવાય તે OTTની દુનિયામાં પણ પગ મુકવા જઈ રહી છે. તે સુજોય ઘોષની આગામી ફિલ્મ 'ધ ડિવોશન ઓફ સસ્પેક્ટ એક્સ' પર આધારિત જોવા મળશે. તેની પાસે હંસલ મહેતાની મર્ડર મિસ્ટ્રી પણ છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)