પુકોવસ્કીને ઘણી વખત મેદાનમાં ઈજા પહોંચી છે. આ વર્ષે માર્ચમાં સીન એબોટનો બોલ પુકોવસ્કીને હેલ્મેટ પર લાગ્યો હતો. આ પછી તેને હોસ્પિટલ લઈ જવા પડ્યો હતો. તેને સિઝનમાં ત્રણ વખત હેલ્મેટ પર બોલ વાગ્યો હતો. પુકોવસ્કીએ 7 ફર્સ્ટ ક્લાસ મેચમાં 52ની એવરેજથી 520 રન બનાવ્યા છે. તેના નામે બે સદી પણ છે.
2/4
પુકોવસ્કીને વિક્ટોરિયા ટીમ મેનજમેન્ટે ન્યૂ સાઉથ વેલ્સ સામેની મેચમાં આરામ આપ્યો હતો. આ દરમિયાન આ બેટ્સમેને ક્રિકેટમાંથી બ્રેક લેવાનું મન બનાવી લીધું હતું. પુસ્કોવસ્કીના આ નિર્ણય પછી ઓસ્ટ્રેલિયાના પૂર્વ ખેલાડી અને પૂર્વ કોચ ડેરેન લેહમને તેને આરામ કરવા અને જલ્દી મેદાન પર પરત ફરવાનો મેસેજ ટ્વિટ કર્યો હતો.
3/4
નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયાના યુવા બેટ્સમેન વિલ પુકોવસ્કીએ માનસિક સ્વાસ્થ્ય સંબંધી બીમારીની સારવાર માટે હાલ પુરતું ક્રિકેટ છોડવાનો નિર્ણય કર્યો છે. 20 વર્ષીય વિલે હાલમાં જ ઘરેલુ ટૂર્નામેન્ટમાં શેફીલ્ડ શીલ્ડના શરૂઆતના સમયમાં વિક્ટોરિયા ટીમ તરફથી 243 રનની ઇનિંગ રમીને ચર્ચામાં આવ્યો હતો.
4/4
પુકોવસ્કી ઓસ્ટ્રેલિયાનો ફક્ત નવમો ખેલાડી છે જેણે 21 વર્ષનો થતા પહેલા શેફીલ્ડ શીલ્ડમાં બેવડી સદી ફટકારી છે. આ લિસ્ટમાં બ્રેડમેન અને રિકી પોન્ટિંગ જેવા ખેલાડીઓનું નામ પણ છે.