તમને જણાવીએ કે, જાહ્નવી કપૂરની નાની બહેન ખુશી કપૂરની અવારનવાર તસવીરો સોશિયલ મીડિયામાં છવાયેલી રહે છે. તેની ડ્રેસિંગ સેન્સ પણ કમાલની છે સાથે સાથે તે ગ્લેમરસ પણ થતી જાય છે અને આ બધુ કરણ જૌહરની સલાહની અસર છે. તો તૈયાર થઈ જાવ વધુ બે સ્ટાર કિડ્સને મોટા પડદે જોવા માટે.
2/3
શાહરૂખ ખાનનો દીકરો આર્યન ખાન ટૂંક સમયમાં બોલિવૂડની એક ફિલ્મમાં જોવા મળશે. તેના માટે તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે. ડેક્કન ક્રોનિકલના અહેવાલ અનુસાર, ડાયરેક્ટર-પ્રોડ્યૂસર કરણ જૌહરે આર્યન ખાનના ડેબ્યૂની તૈયારી શરૂ કરી લીધી છે. તે આર્યન ખાનની પ્રથમ ફિલ્મમાં ખુશી કપૂરને કાસ્ટ કરવા વિશે વિચારી રહ્યા છે. જેના માટે તેણે ખુશીને ખાસ સલાહ પણ આપી છે.
3/3
નવી દિલ્હીઃ આ વર્ષે અને આગામી વર્ષે અનેક નવા સ્ટાર કિડ્સ બોલિવૂડમાં એન્ટ્રી કરવાના છે. તેમાંથી સૌથી મોટા સ્ટાર કિડનું નામ છે આર્યન ખાન. આર્યન ખાનની ડેબ્યૂ ફિલ્મને લઈને ઘણાં સમયથી વાતચીત ચાલી રહી છે પરંતુ કોઈ સ્પષ્ટ જાણકારી સામે આવી નથી પરંતુ હવે એ પાક્કું થઈ ગયું છે કે, તે ટૂંક સમયમાં એન્ડસ્ટ્રીઝમાં એન્ટ્રી કરશે.