(Source: ECI/ABP News/ABP Majha)
Tanu weds Manu 3 : તનુ વેડ્સ મનુ 3માં માધવનની બાદબાકી, જાણો ફિલ્મમાં કોણ હશે કંગનાનો પ્રેમી
Tanu weds Manu 3 : કંગના રનૌત અને આર માધવનની ફિલ્મ તનુ વેડ્સ મનુ ફિલ્મના અત્યાર સુધીમાં બે ભાગ આવી ચૂક્યા છે. ચાહકો તનુ વેડ્સ મનુના ત્રીજા ભાગની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
Tanu weds Manu 3 : કંગના રનૌત અને આર.માધવનની ફિલ્મ તનુ વેડ્સ મનુ બોક્સ ઓફિસ પર બ્લોકબસ્ટર રહી હતી. ફિલ્મના બીજા ભાગને પણ દર્શકોનો ઘણો પ્રેમ મળ્યો છે. પરંતુ ફિલ્મની વાર્તા હજી અહીં પૂરી નથી થઈ. તનુ વેડ્સ મનુના ત્રીજા ભાગની ઘણા સમયથી ચાહકો રાહ જોઈ રહ્યા છે. હવે સમાચાર આવી રહ્યા છે કે મેકર્સ ટૂંક સમયમાં તનુ વેડ્સ મનુનો ત્રીજો ભાગ લાવી રહ્યા છે. હવે દરેકના મનમાં એક જ સવાલ છે કે ફિલ્મની વાર્તા શું હશે? અને આ વખતે પણ ફિલ્મની સ્ટારકાસ્ટ એવી જ હશે કે મેકર્સ તેમાં કોઈ ફેરફાર કરવા જઈ રહ્યા છે.
તનુ વેડ્સ મનુ 3માંથી માધવનની બાદબાકી?
એક રિપોર્ટ અનુસાર ત્રીજા ભાગની વાર્તામાં કંગના રનૌત આર.માધવનના બદલે અને જીશાન અયુબની આસપાસ ફરતી જોવા મળશે. ઝીશાને પોતે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે લેખક હિમાંશુ શર્મા ઈચ્છે છે કે ત્રીજા ભાગની વાર્તા કંગના અને ઝીશાન પર બને. જો કે, ઝીશાને પોતાના ઈન્ટરવ્યુમાં એમ પણ કહ્યું છે કે અત્યારે આ બધા પર ચર્ચા ચાલી રહી છે. અંતિમ નિર્ણય આવવાનો બાકી છે. વર્ષ 2016માં કંગનાની ફિલ્મ તનુ વેડ્સ મનુ રિટર્ન્સ રિલીઝ થઈ હતી.
તનુ વેડ્સ મનુ રિટર્ન્સ માટે કંગનાને મળ્યો નેશનલ એવોર્ડ
આ ફિલ્મમાં તેના જબરદસ્ત અભિનય માટે કંગના રનૌતને શ્રેષ્ઠ અભિનેત્રીનો નેશનલ એવોર્ડ આપવામાં આવ્યો હતો. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો કંગના રનૌત પાસે અત્યારે પ્રોજેક્ટ્સની કોઈ કમી નથી. કંગનાની આગામી ફિલ્મોની વાત કરીએ તો તે ધાકડ, તેજસ અને સીતા જેવી ફિલ્મોમાં જોવા મળવાની છે. આ દરમિયાન, તે લોકઅપ ટીવી શોને હોસ્ટ કરતી જોવા મળી રહી છે. આ શો ઓલ્ટ બાલાજી અને એમએક્સ પ્લેયર પર પ્રસારિત થઈ રહ્યો છે.
View this post on Instagram
5 ઓક્ટોબર 2022ના રોજ રિલીઝ થશે તેજસ
કંગનાની આવનારી ફીમલ તેજસ આ 5 ઓક્ટોબર 2022ના રોજ દશેરાને દિવસે રિલીઝ થશે. આ ફિલ્મની રિલીઝ ડેટ જાહેર કરતા કંગનાએ સોશિયલ મીડિયામાં લખ્યું, "તમારા માટે એક સ્ત્રીની પ્રેરણાદાયી વાર્તા લાવી રહી છું જેણે આકાશ પર શાસન કરવાનું પસંદ કર્યું."