શોધખોળ કરો
હોમગુજરાતવડતાલ સ્વામિનારાયણ મંદિરમાં સ્વામીની હત્યા, મૃતદેહ જોઈને રૂમમાં જોવા આવેલ સ્વામી ચોંકી ઉઠ્યા, જાણો વિગતે
વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં સ્વામીની હત્યા, મૃતદેહ જોઈને રૂમમાં જોવા આવેલ સ્વામી ચોંકી ઉઠ્યા, જાણો વિગતે
Written By : એબીપી અસ્મિતા વેબ ટીમ | Updated at : 19 Nov 2017 08:42 AM (IST)
1/6

વડતાલ: 1998માં ગદાધરાનંદની હત્યાના કારણે ભારે ચર્ચાસ્પદ બનેલા વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં ફરી એકવાર 50 વર્ષિય સંતની હત્યાનો સામે આવ્યો છે. જ્યાં 300 જેટલા સંતો રહે છે તેવા સંતનિવાસમાં બનેલી ઘટના પગલે અનેક રહસ્યો સર્જાયા હોય તેમ જોવા મળી રહ્યા છે. તિક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરાયેલ સ્વામી સંતનિવાસમાં જ રહેતા હતા. તેઓ એવા કોઇ પદ પર ન હતા કે જેથી તેમની હત્યા કરવામાં આવે તો શું અંદરના જ કોઇ પરિચિત વ્યક્તિએ તેમને મોતને ઘાટ ઉતાર્યા હોવાનું માનવામાં આવી રહ્યું છે. તેઓ છેલ્લે શુક્રવારે સાંજે આરતીમાં જોવા મળ્યા હતાં.
2/6

ધર્મતનયસ્વામીનો મૃતદેહ જકડાઇ ગયેલી હાલતમાં હતો અને લોહી પણ સૂકાઇ ગયું હોવાથી આજે બપોરે 3 કલાકે બનાવ જાણમાં આવ્યો તેના 12 કલાક પહેલા હત્યા થયાનું જણાય છે. અંગ્રેજીમાં રિપોર્ટ તૈયાર કરાવવા ચૂંટણી પંચનો આદેશ રાજ્ય વિધાનસભાની ચૂંટણીના કારણે ગૃહવિભાગનો હવાલો ચૂંટણીપંચ હસ્તક છે ત્યારે સમગ્ર બનાવનો વિગતવાર અહેવાલ અંગ્રેજીમાં તૈયાર કરવાની ચૂંટણી પંચ દ્વારા સૂચના આપવમાં આવી છે.
3/6

અન્ય સ્વામીએ ધર્મતનયસ્વામીને આ સ્થિતિમાં જોતા ચોંકી ઉઠ્યા હતા અને બૂમો પાડી અન્યોની મદદ મેળવી હતી. મૃતક સ્વામીના શરીર પર તિક્ષ્ણ હથિયારના ત્રણ ઘા જોવા મળ્યા હતા જ્યાં છાતી અને લીવરના ભાગે દોઢ ઇંચ ઊંડા ઘા પડેલા હતા અને બરડાના ભાગે સામાન્ય ઘસરકો પડેલો હતો. મંદિર સત્તાવાળાઓ દ્વારા તાબડતોબ પોલીસને જાણ કરાઇ હતી.
4/6

પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ બપોરે 2.30ના સુમારે પરિચિત સ્વામીએ ધર્મતનયસ્વામીને જોયા તેના બારેક કલાક પૂર્વે ચપ્પું અથવા છરી જેવા તિક્ષ્ણ હથિયારથી તેમની હત્યા કરાઇ હોવાનું જણાય છે. છેલ્લે તેઓ શુક્રવારે સાંજની આરતીમાં દેખાયા હતા. આમ ગત સાંજથી આજ બપોર સુધીના સમયગાળામાં તેમની હત્યા થઇ છે. સ્વામીના શરીર પર તિક્ષ્ણ હથિયારના ઘા છે સાથે માથું ભીંતમાં પછાડી હત્યા કરાયાની શંકા છે.
5/6

આ દરમિયાન પ્રથમ માળે આવેલા તેમના નિવાસસ્થાનમાંથી બહાર ના દેખાતા તેમના પરિચિત અન્ય સ્વામીએ સવારે નીચેથી બૂમ પાડી હતી. તેમ છતાં તેઓ બહાર આવ્યા ન હતા. બાદમાં બપોર સુધી બહાર ના દેખાતા અને રૂમનો દરવાજો ખૂલ્લો જોતાં તેમણે ઉપર જઇ અંદર પ્રવેશતા રૂમ પાર કર્યાં પછી પેસેજમાં આવેલા વોશરૂમ પાસે ચત્તાપાટ તેમનો દેહ પડેલો જોયો હતો.
6/6

વડતાલ સ્વામિનારાયણ મંદિર ખાતેની ગૌશાળા નજીક સંતોનું નિવાસસ્થાન આવેલું છે. તેમાં બીજા માળે આવેલા એક નિવાસસ્થાનમાં મૂળ મહારાષ્ટ્રના ધર્મતનય સ્વામી રહેતા હતા અને છેલ્લા કેટલાક વખતથી નિવૃત્તિ જેવું જીવન ગુજારતા હતા. તેઓ વડતાલ મંદિરના પૂર્વ કોઠારી બાપુ સ્વામીના મંડળમાં હતા. જો કે બાદમાં સ્વામી કોઇ કારણસર બાપુ સ્વામીના મંડળથી અલગ થઇ ગયા પછી એકલા જ રહેતા હતા. તેમણે વિચરણ કરવાનું પણ બંધ કરી દીધું હતું.
Published at : 19 Nov 2017 08:42 AM (IST)
Tags :
Swaminarayan TempleSponsored Links by Taboola
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાતમાં સક્રિય થઈ 3 સિસ્ટમ, કાલે આ જિલ્લાઓમાં રેડ એલર્ટ સાથે ખાબકશે ભારેથી અતિભારે વરસાદ
ગુજરાત
Gujarat: અતિભારે વરસાદની આગાહીને લઈ સરકાર એલર્ટ, અધિકારીઓની રજાઓ રદ, NDRF-SDRF ટીમો તૈનાત
ગુજરાત
Gujarat Rain: ભારે વરસાદની આગાહીને પગલે પ્રશાસન એલર્ટ, 13 જિલ્લાની શાળા-કોલેજોમાં કાલે રજા જાહેર
ગુજરાત
અંબાલાલ પટેલની મોટી આગાહી: 48 કલાક અતિભારે વરસાદની શક્યતા, સિસ્ટમ મજબૂત થશે તો 20 ઈંચ ખાબકશે
ટ્રેન્ડિંગ સમાચાર






















