પરંતુ હવે વરસાદના વાદળો ધીરે ધીરે ફરી બંધાઈ રહ્યા છે. ત્યારે ફરી એક વખત વરસાદી માહોલ જામ્યો છે. સુરત, નર્મદા, ભરૂચ અને આણંદમાં ઝરમર વરસાદ વરસ્યો હતો. જેના કારણે ખેડૂતોમાં થોડી આશા જાગી હતી કે વરસાદ આવશે. જ્યારે ભાવનગરમાં પણ વહેલી સવારે ધીમીધારે વરસાદ પડયો હતો.
2/3
પહેલા જ વરસાદે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને ઘમરોળ્યું હતું. ત્યાર બાદ વરસાદે વિરામ લીધો હતો. જેને લઇને ખેડૂતોમાં ચિંતાનુ મોજુ ફરી વળ્યું હતું.
3/3
અમદાવાદઃ છેલ્લા 10 દિવસથી વરસાદે ગુજરાતમાં વિરામ લીધો હતો ત્યારે આજે ગુજરાતમાં ફરી એક વખત વરસાદી માહોલ જામ્યો છે. સુરત, નર્મદા, ભરૂચ અને આણંદમાં ઝરમર વરસાદની શરૂઆત થઈ છે. જ્યારે ભાવનગરમાં પણ ધીમીધારે વરસાદની શરૂઆત થઈ છે. આજે સવારે ધીમીધારે વરસાદ શરૂ થયો હતો.