શોધખોળ કરો
અલ્પેશ ઠાકોરનો હુંકારઃ 2017માં CM અમારો હશે, દારૂ માટે સજ્જડ કાયદો લાવો
1/4

આગામી 6 નવેમ્બરે ગાંધીનગરમાં 15 લાખ લોકો ભેગા થઇ ઉપવાસ કરશે અને જો સરકાર કાયદો નહી બદલે તો વિધાનસભાનો ઘેરાવો કરવામાં આવશે. અલ્પેશ ઠાકોરે માગ કરી હતી કે અમારે દારૂનો અડો ચલાવે તેને 10 વર્ષની સજા 5 લાખનો દંડ તેમજ દારૂ પીવે તેને 2 વર્ષની જેલ 2 લાખ દંડ અને જે પોલીસ સ્ટેશનની હદમાં દારૂ પકડાય તેના પોલિસ અધિકારીને સસ્પેન્ડ કરવાનો કડક કાયદો જોઇએ છે. અત્યારે ઘણા નેતાઓ રાત્રે દારૂપીને ઉંધા માથે સૂતા હોય છે અને તેઓ દારૂ નહિ પીવાની સલાહ આપે છે.
2/4

અલ્પેશ ઠાકોરે કહ્યું હતું કે, અલ્પેશ ઠાકોર કયારેય રાજનીતિમાં નહિ આવે પણ ગુજરાતની અંદર રાજનીતિ બદલી નાંખશે. 2017માં ગાદી ઉપર બેસનારો મુખ્યમંત્રી આપણો હશે. આ પ્રસંગે ગુજરાત ઠાકોર સેનાના પ્રદેશમંત્રી ભરતજી ઠાકોર, મહિલા અગ્રણી પુષ્પાબેન ઠાકોર, જિલ્લા પ્રભાતસિંહ ઠાકોર, તાલુકા પ્રમુખ રાણાજી ઠાકોર, ડેલીગેટ ચુંડાજી ઠાકોર, સરપંચ શંખેશ્વર ધીરૂજી ઠાકોર સહિત તાલુકાના અગ્રણીઓ સહિત મોટીસંખ્યામાં ઠાકોર સમાજનાભાઇ બહેનો હાજર રહ્યા હતા આ પ્રસંગે શંખેશ્વર દલિત સમાજ અને ડો. નિલેષભાઇ પટેલ દ્વારા અલ્પેશભાઇ ઠાકોરનું સન્માન કરવામાં આવ્યું હતું.
Published at : 04 Sep 2016 02:54 PM (IST)
View More





















